તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th March 2025
સોના ચાંદીના કારીગરોની હાલત દયનિયઃ સહાયતા અંગે કલેકટરને આવેદન

રાજકોટ : સુવર્ણકાર સમાજના કારીગરોની ગંભીર પરિસ્થિતિ અંગે સોની યુવા સોશ્યલ ટ્રસ્ટ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. હાલમાં ભારતમાં સોનાના ચાંદના ભાવમાં વધારો થઇ રહ્યો છે. પરિણામે દુકાનમાં સોના-ચાંદીનું રોકાણ ધીમે ધીમે ઓછુ થઇ રહ્યુ છે. કારીગરોની હાલત દયનીય બની રહી છે. દુકાનના ભાડા અને ઘરના ભાડા કાઢવા પણ મુશ્કેલ બની ગયા છે. દાગીનાની ખરીદી ઘટતા નાના કારીગરોના ધંધાને માઠી અસર પહોંચી છે. લોન લેનારાઓને હપ્તા કઇ રીતે ભરવા તેની મુંજવણ ઉભી થઇ છે. આવી પરિસ્થિતિમાં સોના ચાંદીના કારીગરો માટે રાજય સરકાર કોઇ આર્થિક સહાયતા યોજના લાવે અને મદદરૃપ બને તેવી માંગણી કરવામાં આવી હતી. આ રજુઆતમાં સોની યુવા સોશિયલ ટ્રસ્ટના પ્રમુખ જીજ્ઞેશ વાગડીયા, ચેરીટી વકીલ નયનભાઇ કોઠારી, ભાવિનભાઇ વાગડીયા, પ્રશાંતભાઇ વાગડીયા, હિતેશભાઇ વાગડીયા, કમલેશભાઇ પાટડીયા, દિપકભાઇ કરચલિયા વગેરે સાથે જોડાયા હતા.
(4:03 PM IST)










