<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

શનિવારે મહિલા દિને પ્રતિભા કૌશલ્ય દ્વારા કાર્ય કરતી ૧પ મહિલાઓનું સન્માનઃ હેમુગઢવી હોલ ખાતે કાર્યક્રમ

પ્રાકૃતિક આહાર અને યોગ દ્વારા મેદસ્વીતા, ડાયાબીટીસ નિયંત્રણ લાવવા અંગે માહિતી આપશે :પાંચ હજાર પગલાનું 'ડગલાદાન' કરી સ્ક્રીનશોટ મોકલો પ્રમાણપત્ર અપાશે

રાજકોટઃ ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શ્રી શીશપાલજીના માર્ગદર્શન હેઠળ જન જન સુધી સ્વાસ્થ્ય પ્રદાન કરવાના હેતુથી નિશુલ્ક યોગ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે સાથે જ યોગ સંવાદ અને શિબિર પણ થતાં રહે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન અંતર્ગત આગમી ૮ માર્ચના રોજ સમાજમાં પોતાના પ્રતિભા કૌશલ્ય દ્વારા કાર્ય કરી સમાંજને પોતાનું જીવન અર્પણ કરનાર ૧પ મહિલાઓનું સન્માન કરવામાં આવનાર છે. આ સાથે આ કાર્યક્રમમાં પ્રાકૃતિક આહાર અને યોગ દ્વારા મેદસ્વિતા દૂર કરવા માટે તેમજ ડાયાબિટીસ રોગ પર નિયંત્રણ લાવવા અંગેની માહિતી પણ આપવામાં આવનાર છે, તથા અત્યારે વધતા રહેલા બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશય કેન્સરની પરિસ્થિતિ  સામે કેમ લડી શકાય તે વિશે પણ માહિતી આપવામાં આવશે.

કાર્યક્રમ તા.૮ શનિવાર સવારે ૮ થી ૧ર હેમુ ગઢવી હોલ, ટાગોર રોડ, ખાતે યોજાશે. રજીસ્ટ્રેશન માટે લીંક https://forms.gle/vJ5CBP4 NZBDufbFC7    

આ સાથે આશીર્વાદ ફાઉન્ડેશનની તા. ર થી ૮ માર્ચ 'ડગલાં દાન' સેવાકીય પ્રવૃતિને વેગ મળી રહે તે હેતુથી સહયોગ આપવામાં આવ્યો છે. દર પાંચ હજાર પગલાં ચાલવાથી કોઇ એક નારીને મેમોગ્રાફી નિશુલ્ક કરી આપવામાં આવશે. જે માટે દરેક નાગરિક (ભાઇઓ-બહેનો) પેડોમિટર એપ ઇન્સ્ટોલ કરી આ એપ ચાલું રાખી મોબાઇલ પોતાની સાથે રાખીને તેમાં કોઇ એક આખો દિવસ જેટલું ચાલે તે રેકોર્ડ થયેલા પગલાનો સ્ક્રીનશોર્ટ લઇ ૮૯૮૦૦૦૨૩૪૫ પર વોટસપ કરી હાઇ લખવું ત્યારથી વેલકમ નો રિપ્લાઇ આવે ત્યારે બાદ પોતાનું નામ, ઉંમર, મોબાઇલ નંબર યોગ, પી  ૧૦ લખી રેકોર્ડ થયેલ પગલાનો સ્ક્રિનશોર્ટ મોકલી દેવા, પ્રમાણપત્ર અપાશે.

આ અંગે વધુ માહિતી માટે વંદનાબેન રામાણી, મીતાબેન તેરૈયા મો. ૯૭૧૨૯ ૦૮૨૭૧, ગીતાબેન સોજીત્રા મો.૯૪૨૭૨ ૧૪૬૦૨, હિતેશભાઇ કાચા મો. ૯૮૨૪૨ ૮૧૯૮૨ નો સંપર્ક કરવો.

તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વંદનાબેન રાજાણી, મીતાબેન તેરૈયા, ગીતાબેન સોજીત્રા, હિતેશભાઇ કાચા, નિતીનભાઇ કેસરીયા અને જીમીતભાઇ રાજાણી નજરે પડે છે.(૩૬-૧૩)

(3:52 PM IST)