તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th March 2025
ધો.૧૦માં અંગ્રેજીનું પ્રશ્નપત્ર સહેલુ નીકળ્યુ
પાઠય પુસ્તક આધારીત પ્રશ્નો-ગ્રામર પૂછાતા નિબંધ પણ સહેલા

રાજકોટ, તા. ૫ઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલતી ધો. ૧૦ અને ધો.૧૨ ની પરીક્ષા શાંતિપૂર્ણ ચાલી રહી છે. ધો. ૧૦ માં આજે અંગ્રેજી વિષયનું પ્રશ્નપત્ર હતું જે સહેલુ નીકળ્યું છે.
ધો. ૧૦ માં અંગ્રેજી વિષયનું પ્રશ્નપત્ર પાઠય પુસ્તક આધારીત નીકળ્યું હતું મોટાભાગના પરીક્ષાર્થીઓને ધો. ૧૦ માં અંગ્રેજીનું પ્રશ્નપત્ર સહેલુ લાગ્યુ છે. પાઠયપુસ્તક આધારીત પ્રશ્નો વ્યાકરણ પુછતા હતા.
(3:42 PM IST)










