<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

કાલાવડ રોડ પર સીટી બસની ઠોકરે ચડી જતાં સાઇકલસવાર દુર્ગેશને ઇજા

મુળ રાજસ્‍થાનનો યુવાન નોકરી પર જતો હતો ત્‍યારે બનાવ

રાજકોટ તા. ૫: શહેરમાં વધુ એક વખત સીટી બસને કારણે અકસ્‍માત સર્જાયો છે. કાલાવડ રોડ કણસાગરા કોલેજ નજીક સીટી બસની ઠોકરે સાઇકલ ચડી જતાં સાઇકલ સવાર યુવાનને ઇજાઓ પહોંચી હતી.

જાણવા મળ્‍યા મુજબ કેકેવી ચોક નજીક કેબલની ઓફિસમાં નોકરી કરતો મુળ રાજસ્‍થાનનો દુર્ગેશ દેવરાજભાઇ મીણા (ઉ.વ.૧૯) સવારે સાઇકલ હંકારીને જતો હતો ત્‍યારે કાલાવડ રોડ કણસાગરા કોલેજ નજીક સીટી બસના ચાલકે ઉલાળી દેતાં ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયો છે. 

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ માલવીયાનગર પોલીસમાં કરી હતી. દુર્ગેશ બે ભાઇ અને એક બહેનમાં મોટો છે તેના પિતા હોટલમાં કામ કરે છે.

(4:41 PM IST)