તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th March 2025
કેલેન્ડર કાંડમાં નવો ફણગો : વગર ટેન્ડરે કરોડોનો ઓર્ડર અપાયો
મ્યુનિ.કમિશનર પગલું લેશે ? જબરી ચર્ચા

ખાટલે મોટી ખોટ...: મનપામાં જ મનપાના કેલેન્ડરનો ઉપયોગ નહિ! : રાજકોટ : મનપા દ્વારા શહેરીજનો માટે લાખોના ખર્ચે દર વર્ષે પોકેટ અને મેઇન ડાયરી બનાવી પહોંચતી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે સરકારીની વિવિધ યોજનાની માહિતી સાથે પ્રથમ મનપા તંત્ર દ્વારા ૧.૬૦ લાખ કેલેન્ડરો પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. આ કેલેન્ડરો વોર્ડ ઓફીસેથી નિયમીત કરદાતાઓને આપવાની મસ મોટી જાહેરાત પદાધિકારીઓએ કરી હતી. અને કોર્પોરેટરોને આપવામાં આવ્યા હતાં. જયારે ખાટલે મોટી ખોટ કહેવત સાર્થક થતી જોવા મળી રહી છે. કેમ કે મ્યુનિ. કોર્પોરેશનની વિવિધ ચેમ્બરોમાં મનપાના કેલેન્ડરોની બદલે વિવિધ સંસ્થાના કેલેન્ડરો ટીંગાટા કેમેરામાં કેદ થયા છે. (૯.૩ર)
રાજકોટ, તા. પ : મ્યુનિ. કોર્પોરેશનમાં અગાઉના સમયમાં અધિકારીઓ અને પદાધિકારીઓની મીલી ભગતથી અનેક કડદાઓ બહાર આવ્યા છે. ત્યારે મનપામાં પ્રથમ વખત. આ વર્ષે કેલેન્ડર છપાવવાનો અભરખો તંત્રને ઉપડતા રૂા. ૧.૭પ કરોડના ખર્ચે ૧.૬૦ લાખ કેલેનડરમાં છાપ્યાનું ટેન્ડર વગર થયાનું કારસ્તાન ખૂલવા પામ્યુ છે. તે મુદ્દે ભારે ચર્ચા જાગી છે. છતાં મ્યુનિ. કમિશનરના નિર્ણય ઉપર મીટર મંડાય રહી છે.
કોર્પોરેશનમાં ટીઆરપી ગેમઝોન દૂર્ઘટના બાદ કૌભાંડો કરતા આ લોકો અચકાશે તેવુ લાગી રહ્યુ હતુ પરંતુ રૂા.૧.૭૫ કરોડના કેલેન્ડર છાપવાનુ કામ ટેન્ડર વગર આપી દીધાનું ખૂલવા પામ્યુ છે
મહાનગર પાલિકાએ પ્રથમ વખત વાર્ષિક કેલેન્ડર છપાવવાનું કામ કર્યુ છે. એકતો ૧.૬૦લાખ કેલેન્ડર કે જેનો ખર્ચ ૧.૭૫ કરોડ અંદાજ વામાં આવ્યો છે. જે વર્ષના બે માસ નીકળી ગયા બાદ છપાઇને કોર્પોરેશનને મળ્યા ત્યારબાદ આ કેલેન્ડરનુ વિતરણ કરવામાં પણ અન્યાય થયો હોય તેમ અમુક કોર્પોરેટરોએ કેલેન્ડર પરત કરી દીધા હતા જેના લીધે આજે પણ હજારો કેલેન્ડરના થપા કોર્પોરેશનમાં જોવા મળી રહ્યા છે. વાત અટલેથી અટકથી ન હોય તેમ હવે આ કેલેન્ડરો ટેન્ડર કર્યા વગર છપાવી નાખ્યાનું જાણવા મળલે છે. નિયમ મુજબ ૧૦ લાખથી વધુનું કામ કરવાનુ હોય ત્યારે ટેન્ડર પ્રક્રિયા ફરજીયાત છે. (૯.૩૩)
બજેટમાં પ્રિન્ટીંગ-સ્ટેશનરી હેડમાં ૧૯૦ લાખનો વધારો પાછલા બારણે કરાયો
વર્ષ ર૦ર૪-ર૦રપમાં આ હેડમાં ૧૪૦ કરોડ ફાળવાયા હતા : પુરતા નાણા ન વપરાયા છતાં વધારો કરાયો
રાજકોટ, તા. પ : મહાનગર પાલિકાના બજેટમાં આખા વર્ષના પ્રીન્ટીંગ સ્ટેશનરીના ખર્ચ પેટે ૧૪૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે. નવેમ્બર માસ સુધીમાં રૂા.૧૨૭ લાખ વપરાયા હતા અને ૧૩ લાખ ખર્ચ વગરના પડયા હતા. છતા અધિકારીઓએ પાછલા બારણેથી હેડમાં રાતોરાત રૂા.૧૯૦ લાખનો વધારો કરી ૧૪૦ લાખના બદલે ૩૩૦ લાખનું આખા વર્ષનુ પ્રીન્ટીંગ સ્ટેશનરીનું હેડ તૈયાર કરી નાખ્યુ જેથી વધારાના ૧૯૦ લાખ કેલેન્ડર છપાવા પાછળ ખર્ચવામા આવે તો પણ વર્ષ પૂર્ણ થતા હેડમાં ઘટના આવે તેવુ કારસ્તાન કરી નાખ્યાની ચર્ચા જાગી છે. (૯.૩૩)
(3:04 PM IST)










