<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

બે વર્ષ પુર્વે યાજ્ઞીક રોડ પરના શોરૂમનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવા ૭ દિવસની મહેતલ અપાયા બાદ આજ દિવસ સુધી કોઇ કાર્યવાહી નહિ !!

ભાજપના રાજમાં ભ્રષ્‍ટાચારીઓ ગેલમાં, અધિકારીઓ દબાણમાં: કોંગ્રેસ પ્રવકતા સંજય લાખાણી અને કૃષ્‍ણદત રાવલે તાત્‍કાલીક પગલા લેવા કરી માંગણી

રાજકોટ, તા., ૪: યાજ્ઞીક રોડ ઉપર મોકાની જગ્‍યા ઉપર રીનોવેશન કરી ઉભો કરી દેવામાં આવેલો શો રૂમ મ્‍યુનીસીપલ કોર્પોરેશનના બાંધકામ નિયમોનો ઉલાળીયો કરી ખડકી દેવાયાનું ર૦ર૩ માં વિધિવત રીતે સપાટી ઉપર આવ્‍યા બાદ દિવસ-૭ માં આ બાંધકામ હટાવવાની નોટીસ અપાયા છતાં આ બાંધકામના સીલ રાતોરાત દુર થઇ ગયા હતા અને આ સ્‍થળે એક નામી કંપનીનો સ્‍ટોર ગણત્રીના દિવસોમાં શરૂ થવા જઇ રહયો છે. છતાં ભાજપના ભ્રષ્‍ટાચારી તંત્રના અધિકારીઓ દ્વારા ગેરકાયદે બાંધકામ તોડી પાડવા કોઇ પણ કાર્યવાહી થતી નહી હોવાથી ભારે આヘર્ય સર્જાયું છે.

આ અંગેની વિગત જોઇએ તો  રાજકોટના મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોઈ છે જેના ભાગરૂપે તબક્કાવાર નોટીસ ૨૬૦(૧)/૨૬૦(૨) આખરી નોટીસ આપ્‍યા છતાં ભાજપના મોટા નેતાના જમણા હાથ સમા પોતાની છાપ ઉભી કરી રાજકોટના ડો. યાજ્ઞિક રોડ ઉપર આવેલ સ્‍નો ક્રીમવાળી જગ્‍યા જે હાલ રાજકોટ ચેમ્‍બરના પ્રમુખ વિ. પી. વૈષ્‍ણવની માલિકીની છે તેની સામે ગેરકાયદેસર બાંધકામ રોકવા માટે ૨૬૦(૧) તથા ૨૬૦(૨) ની નોટીસ તા. ૦૧/૦૯/૨૦૨૩ ના રોજ ટાઉન પ્‍લાનીંગ ઓફીસરની સહીથી સાત (૭) દિવસના આખરી હુકમ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની નોટીસ આપ્‍યા પછી આજ દિવસ સુધી તેમાં કોઈપણ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ નથી. ય્‍પ્‍ઘ્‍ ના ટી.પી. વિભાગના અધિકારીઓ સામાન્‍ય માણસના મકાનોમાં નાના બાંધકામોને તોડવાથી મોટી દાદાગીરી કરીને રાજકોટના સામાન્‍ય માણસોને કાયદાની બીક બતાવી દબાવતા વારંવાર જોવા મળતા હોઈ છે પરંતુ જેવા કોઈ રાજકીય વગ ધરાવતા વ્‍યક્‍તિની વાત આવે એટલે ટી.પી. શાખાના અધિકારીઓ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની હિંમત કરી શકતા નથી ઉલ્‍ટું તે મુદ્દામાંથી પોતાની જવાબદારીમાંથી કેમ બાકાત થવું તેવી કામગીરી કરતા જોવા મળે છે. સામાન્‍ય માણસોને ગેરકાયદેસર બાંધકામના નામે ધમકાવનારા અધિકારીઓ ભાજપના કોઈ નેતાના નજીકના માણસ હોઈ તો પણ તેમની સામે કોઈ કાર્યવાહી કરવાની હિંમત કરી શકતા નથી.

 રાજકોટના ડો. યાજ્ઞિક રોડ ઉપર આવેલ ગેરકાયદેસર બાંધકમને દૂર કરવાની આખરી નોટીસ ૨૬૦(૨) તા. ૨૩/૦૯/૨૦૨૩ ના રોજ આપ્‍યા પછી પણ તેનું આજે બે વર્ષ પછી પણ અમલ કરાવી શકતા નથી અને માત્ર તેવા બોગસ બાંધકામને કેમ બચાવવું તેવી રીતે ટી.પી. ના અધિકારીઓ પોતાની સત્તાનો દૂરઉપયોગ કરે છે અને તેના આવા ગેરકાયદેસર બાંધકામ કરનાર લોકો ખુલ્લેઆમ બાંધકામ કરીને પોતાની ગુંડાગીરી કરે છે તેમ સાબિત થાય છે. વી. પી. વૈષ્‍ણવે પોતાના ગેરકાયદેસર બાંધકામને બચાવવા માટે ભાજપના પ્રદેશ નેતાના નામે કોર્પોરેશનના અધિકારીઓ ઉપર દબાણ કરે છે. પોતાના સોગંદનામામાં ગેરકાયદેસર બાંધકામને રેગ્‍યુલરાઈઝ કરવાના બહાને બિલ્‍ડીંગને સીલ મારવામાં આવેલ તેને ખોલાવી તેમાં ખોટી રીતે ફાયર એન.ઓ.સી. મેળવેલ તેમાં પણ પુરતા સાધનો લગાડવામાં આવશે તેવી બાંહેધરી આપીને માત્ર ૩૦ દિવસની મુદત માંગવામાં આવેલ તેની સામે રાજકોટ મ્‍યુનિ. કોર્પો. દ્વારા લેખીતમાં જવાબ આપી ૩૦ દિવસની મુદત સામે પાંચ માસની મુદત આપીને સાબિત કરી આપ્‍યું કે ટી.પી. શાખાના અધિકારીઓ કેટલા દબાણાં છે અને પોતાની સત્તાની બહાર પણ જઈને સમય આપે છે જે ખૂબ જ ગંભીર બાબત છે. જયારે પણ ઉપરોકત બાબતે ગેરકાયદેસર બાંધકામ બાબતે કોર્ટમાં કેસ થશે ત્‍યારે આવી રીતે ટી.પી. શાખાના અધિકારીઓએ ઞ્‍ઝઘ્‍ય્‍ ના નિયમોનો ઉલાળીયો કરી પોતાની રીતે ગેરકાયદેસર કામગીરીને છાવરવાની કામગીરી કરતા હોઈ તેવા અધિકારીઓની પણ જવાબદારી ઉભી થશે તે પણ ખૂબ જ ગંભીર બાબત છે.

 ઉપરોકત બાબતે આટલી બધી ગેરકાયદેસર રીતે બાંધકામને તોડવાને બદલે ટી.પી. શાખાના અધિકારીઓએ જે રીતે તેમને બચાવવાનું કામ કરેલ છે તે તેમની જવાબદારી પૂરી નિભાવી નથી તેથી ભવિષ્‍યમાં તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે તે રાજકોટ મ્‍યુનિ. કોર્પો. ના અધિકારીઓએ ભુલવું ના જોઈએ જેનો તાજો જ દાખલો ટી.પી.ઓ. સાગઠીયા છે જે TRP ગેમ કાંડમાં હજુ પણ પોતાની જવાબદારી પુરી રીતે નિભાવેલ ના હોઈ તેથી નામદાર કોર્ટે હાલ તેઓને જેલમાં રાખેલ છે તે બાબતે હજુ કોર્ટમાં કેસ ચાલુ છે. આવી જ રીતે આ કેસમાં પણ અધિકારીઓ પોતાની જવાબદારી નિભાવતા જો ચુક કરશે તો તેમની સામે પણ આવી જ રીતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ઉપરની હકીકતે રાજકોટ મ્‍યુનિ. કોર્પો. ના  ટી.પી. શાખાના અધિકારીઓને કોંગ્રેસના પ્રવકતા સંજય લાખાણી અને કૃષ્‍ણદત રાવલે લેખીત રજુઆત કરી  તાત્‍કાલિક આવા ગેરકાયદેસર બાંધકામને તોડી પાડીને કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી છે.

(2:48 PM IST)