તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th March 2025
પ્રમુખોનું કાઉન્ટ ડાઉનઃ રાજકોટ સહિતના શહેરોમાં કોણ બનશે અધ્યક્ષ ?
હોળાષ્ટક પહેલા શનિવાર સુધીમાં જાહેરાત થવાની સંભાવના ભાજપ પ્રદેશ મવડી મંડળ દ્વારા આજે તાબડતોબ વર્ચ્યુઅલ બેઠક યોજાઇઃ કલસ્ટર ઇન્ચાર્જ નામ જાહેર કરશેઃ અન્ય વ્યવસ્થા પૂર્ણ કરવા સૂચના

રાજકોટ, તા. પઃ દેશભરમાં ભાજપનું પર્વ ચાલી રહયું છે. જે અંતર્ગત ગુજરાતમાં પણ તાલુકા કક્ષાએથી પ્રદેશ કક્ષા સુધીની ટીમ બનાવવા પાર્ટીની કવાયત ચાલી રહી છે. તેવામાં ગત મહિને કોર્પોરેશન અને નગરપાલીકાઓની ચુંટણી આવતા કામગીરી ઉપર બ્રેક લાગી હતી. હવે રાજકોટ સહિતના શહેરોમાં જયાં પ્રમુખોની નિમણુંકો બાકી છે ત્યારે ભાજપ દ્વારા હોળાષ્ટક પહેલા શનિવાર સુધીમાં જાહેરાત થવાની સંભાવના છે. મહાનગરોમના પ્રમુખોના નામ ઉપર ચર્ચા કરવા પ્રદેશ દ્વારા આજે તાત્કાલીક વર્ચ્યુઅલ બેઠક બોલાવાઇ હતી. બેઠક સહિતની વ્યવસ્થા પુર્ણ કરવા પણ સુચના અપાઇ છે. ભાજપના સતાવાર સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, પ્રદેશ ચુંટણી અધિકારી સહિતના હોદેદારોની ઉપસ્થિતીમાં આજે સવારે રાજયના શહેરોના પ્રમુખો પ્રભારીઓ સાથે ઓનલાઇન વર્ચ્યુઅલ બેઠક યોજાઇ હતી. આ બેઠક ઉપસ્થિત હોદેદારોએ આગામી બે દિ' માં દરેક જીલ્લા, શહેરોના પ્રમુખોને સ્થાનીક કક્ષાએ ચુંટણી પ્રક્રિયા બેઠક બોલાવવા સુચના આપવામાં આવી છે. પ્રદેશમાથી કલ્સ્ટર ઇન્ચાર્જ જે તે શહેરોમાં કવરમાં નામ સાથે જાહેરાત કરશે. બેઠકમાં વધુમાં જણાવાયું હતું કે, રાજયના દરેક જિલ્લા, શહેરોમાં પ્રમુખ ચૂંટણી પ્રક્રિયા માટે કાલ સુધીમાં સમય, સ્થાન સહિતની વ્યવસ્થા નકકી કરવા સુચના આપવામાં આવી છે. જે તે શહેરોના પ્રમુખોનના નામોની જાહેરાત કલ્સ્ટર ઇન્ચાર્જ દ્વારા પ્રદેશ કવર મુજબ જાહેર કરવામાં આવશે. આ માટે નામનો પ્રસ્તાવ સીનીયર આગેવાનો ત્થા પૂર્વ પ્રમુખો દ્વારા મુકવામાં આવ્યા બાદ ટેકો આપવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તુરંત શહેરના વોર્ડ પ્રમુખો, દાવેદારોની મીટીંગમાં નવા પ્રમુખોનું નામ જાહેર થશે. આ માટે સીનીયર આગેવાનો, મંત્રીઓ, ધારાસભ્યો તેમજ સંગઠનના હોદેદારોની ઉપસ્થિતિમાં પ્રક્રિયા હાથ ધરવા જણાવાયું છે. આમ, રાજકોટ સહિતના રાજયભરના જીલ્લા, શહેરો શનિવાર સુધીમાં નવા પ્રમુખો મળશે.
(2:31 PM IST)










