<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

થોડી શરમ બચી હોય તો જ્ઞાનપ્રકાશ સ્‍વામી વિરપુર આવીને માફી માંગી લ્‍યે : અતુલ રાજાણી

નહીતર હવે જોવા જેવી થશે : આવા બફાટ સામે રઘુવંશી સમાજનું મહાસંમેલન બોલાવી : ગામો ગામ ફરીયાદ દાખલ કરવાની તજવીજ શરૂ

રાજકોટ તા. ૫ : સંત શ્રી જલારામ બાપા અંગેના બફાટને લઈને રઘુવંશી સમાજમાં જ નહીં પરંતુ અઢારેય વરણમાં વ્‍યાપક રોષની લાગણી ફેલાય છે. ત્‍યારે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રઘુવંશી સમાજના આગેવાન અતુલ રાજાણીએ આક્રોશ વ્‍યકત કરતા જણાવ્‍યુ છે કે તમારા ઘનશ્‍યામ મહારાજ, સહજાનંદ સ્‍વામી સર્વોપરી હશે, પરંતુ બીજા સમાજને કે સનાતન સંપ્રદાયને નીચા દેખાડવાની જે કુટેવ છે તે કાઢી નાખજો.

સમસ્‍ત સનાતનીઓને નીચો દેખાડવાનો પ્રયાસ હવે સાંખી નહીં લેવાય. સ્‍વામી જ્ઞાનપ્રકાશ સામે ગામેગામ ફરિયાદ કરવાનો તખ્‍તો ઘડાઈ ચૂકયો છે. પૂજ્‍ય જલારામ બાપા અઢારેય વરણમાં માનીતા સંત છે. બીજા સમાજને નીચા દેખાડવાની બાબત નીંદનીય અને વખોડવા પાત્ર છે. વર્ષોથી વીરપુરમાં પ્રસાદ દરેક સમાજના નાના-મોટા કોઈપણ જાતના ભેદભાવ વગર આપવામાં છે. રૂપિયા ધરે તેને જ પ્રસાદ આપવાની પ્રથા અહીં નથી.

સ્‍વામીએ કોના ઇશારે બફાટ કરેલ છે? કોનું કાવતરું છે? તે પણ તપાસનો વિષય બની રહે છે. આ સંપ્રદાય એક ષડયંત્ર છે. હકીકત જોવી હોય તો ગુગલમાં સર્ચ મારવાથી ખ્‍યાલ આવે છે કે અંગ્રેજોના રાજમાં આ સંપ્રદાયનો ઉલ્લેખ કર્યો છે સ્‍વામિનારાયણ સંપ્રદાય જે રસ્‍તે આ ચાલે છે તેનો જવાબ હવે અપાશે.

 સ્‍વામિનારાયણ સંપ્રદાયના નામાંકિત સંતોની લીલા, સેક્‍સ કાંડ, જમીન કૌભાંડ, બાળકોની સામે સળષ્ટિ વિરુદ્ધનું કળત્‍ય આ બધું બહાર આવે છે અને ધર્મપ્રેમી જનતા જાણે છે. માફી માગવાની વાત હવે આવતી નથી. આ લોકો હનુમાનજીનું પણ અપમાન કરે છે દેવી દેવતાઓ સામે પણ ભૂતકાળમાં બફાટ કર્યા છે. પોતાની જાતને અને પોતાને જ સર્વોપરી માનતા આવા સ્‍વામીઓને હવે ઇટનો જવાબ પથ્‍થરથી આપવાનો સમય આવી ગયો છે. તેમ અતુલ રાજાણીએ આક્રોશભેર જણાવ્‍યુ છે.

પૂ.જલારામ બાપા પાસે આ કહેવાતા સ્‍વામીની કોઈ હેસિયત નથી. જરૂર પડયે આગામી દિવસોમાં રઘુવંશી સમાજની બેઠક બોલાવી મહા સંમેલન બોલાવી આંદોલનનો તખ્‍તો ઘડાઇ એ પહેલા વીરપુર આવી આ સ્‍વામી જલારામ બાપાના ચરણોમાં શીશ ઝુકાવી અને માફી માગી લ્‍યે તેમ અંતમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અને રઘુવંશી અગ્રણી અતુલ રાજાણીએ જણાવ્‍યુ છે.

(4:42 PM IST)