તા. ૧૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૩ સોમવાર
News of Wednesday, 5th March 2025
નાની ઉંમરે મોટી સિદ્ધિ મેળવનાર હેમાંગ નથવાણી ગોલ્ડ મેડલથી વિભૂષિત થયા
લેટેસ્ટ, પર્યાવરણ અનુકૂળ સાથે ટકાઉ એવા મંત્ર ધરાવતા યુવાનની કદર, રઘુવંશી સમાજ માટે ગૌરવ ૩૫ વર્ષથી આર્કિટેક ક્ષેત્રે ખૂબ નામના મેળવનાર દીપકભાઈ નથવાણીનાં પુત્ર, પિતાથી બે ડગલાં આગળ નીકળ્યાઃ અભિનંદન વરસ્યા અપરંપાર

રાજકોટ, તા. પઃ સૌરાષ્ટ્ યુનિ. બેચલર ઓફ આર્કીટેકચર દ્વારા નાની ઉંમરે ખૂબ મોટી સિધ્ધિઓ હાંસલ કરનાર હેમાંગ નથવાણીને ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા હસ્તેગોલ્ડ મેડલથી વિભુષિત કરવામાં આવતા માત્ર નથવાણી પરિવાર જ નહિ આ પરિવાર સાથે દાયકાઓથી સંકળાયેલ શુભેચ્છકો સાથે સમગ્ર રઘુવંશી સમાજ માટે આ ગૌરવની ઘડી બની છે. અત્રે એ યાદ રહે કે હેમાંગ નથવાણી છેલ્લા ૩૫, ૩૫ વર્ષથી આર્કિટેક્ટ ક્ષેત્રે પોતાની આગવી સૂઝબૂઝ અને આગવી દ્રષ્ટિને કારણે ખૂબ મોટું નામ મેળવનાર આકાર એસોસીએટડનાં દીપકભાઈ નથવાણીનાં પુત્ર છે. દીપકભાઈ દ્વારા ગુજરાતને અનેક અને આગવા પ્રોજેકટની ભેટ મળી છે. આ પરંપરામાં હેમાંગ બે ડગલાં આગળ ચાલી આધુનિક ટેકનિક સાથેનો આગવો અભિગમ અપનાવ્યો છે. લેન્ડસ્કેપિંગ, ઇન્ટીરિયર ડીઝાઈન અને આર્કીટકચર જેવા ત્રણે ક્ષેત્રે સર કર્યાં છે. પર્યાવરણ અનુકૂળ ડીઝાઈન, ઊર્જા બચત, લેટેસ્ટ ટેકનોલોજી સાથે ખૂબ મહત્વની બાબત એ છે કે આધુનિકતા સાથે ટકાઉપણાનો સંગમ સર્જ્યો છે. જે વાત બિલ્ડરો સાથે ખરીદનાર ગ્રાહક પણ સારી રીતે જાણતો હોવાથી ડેવલપર્સ માટે એક વિશેષ તક મળે છે.
અત્રે એ યાદ રહે કે દેશમાં સહુ પ્રથમ સમૂહ લગ્ન જેવા વિચારના સમયથી ખૂબ આગળ જેવા લોકોમાં એક વ્યક્તિ એટલે લોહાણા સમાજના પાયાના પથ્થર જેવા પીઢ કાર્યકર અને અગ્રણી છબીલભાઈ નથવાણીના હેમેન પૌત્ર છે. (મોબાઈલ નંબર હેમાંગ નથવાણી (૯૧૦૬૮ ૨૭૭૫૨), દીપકભાઈ નથવાણી ( ૯૮૨૪૨ ૧૧૨૪૯).
(11:40 AM IST)










