તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th March 2025
રાજકોટમાં સવારનું તાપમાન એકાએક ગગડયુઃ ૧૩.૯
ગઇ કાલની તુલનાએ પાંચ ડીગ્રીનો ઘટાડો, મહતમ તાપમાન પણ ઘટયું : ઠંડા પવન ફુંકાતા ફરી સ્વેટર પહેરવા પડયાઃ બે દિવસમાં ફરી ગરમી વધશે

રાજકોટઃ ગઇકાલથી પવનનું જોર વધી ગયું હતું. પવનના લીધે ગરમીમાં આંશીક રાહત મળી હતી. દરમિયાન આજે રાજકોટ સહિતના સેન્ટરોમાં ન્યુનતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.
રાજકોટની જ વાત કરીએતો શહેરમાં આજે લઘુતમ તાપમાન ૧૩.૯ ડીગ્રીએ પહોંચી ગયુ હતું. જે એક જ દિવસમાં એટલે કે ગઇકાલ કરતા પાંચ ડીગ્રીનો ઘટાડો થયો હતો. તો ગઇકાલે મહતમ તાપમાન પણ ગગડયુ હતું. ૩૩.૭ ડીગ્રી નોંધાયુ હતું. જે પરમદિવસ એટલે કે સોમવારની તુલનાએ બે થી અઢી ડીગ્રીનો ઘટાડો થયો હતો.
ગઇકાલથી દિવસ દરમ્યાન પણ પવનનું જોર વધુ જોવા મળ્યું છે. જેના લીધે મહતમ તાપમાન પણ ગગડયું હતુ. ગતરાત્રીના પણ પવનનું જોર હતુ. જેથી ઘરોમાં પંખા, એસી બંધ રાખવા પડયા હતાં. આજે સવારે પણ પવનની ગતી વધુ છે. સવારે લોકો ફરી સ્વેટર, જાકીટ ઠઠ્ઠાડવા પડયા હતાં. હવામાન શાષાીઓ કહે છે કે એકાદ બે દિવસમાં ફરીથી ગરમીમાં વધારો જોવા મળશે.
(10:20 AM IST)










