<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

સર્વમંગલ સેવા ટ્રસ્‍ટ દ્વારા શનિવારે સર્વજ્ઞાતિ સમૂહલગ્ન

મા-બાપ વગરની ૫૧ દિકરીઓને સાસરે વળાવવા ડ્રીમલેન્‍ડ પાર્ટીપ્‍લોટમાં શાહી આયોજન : ઓરકેસ્‍ટ્રાના સથવારે લાઇવ લગ્નગીતો : સોના-ચાંદીના દાગીના ફ્રીજ, ટી.વી., પલંગ સહીત ૧૨૧ થી વધુ વસ્‍તુઓ કરીયાવરમાં અપાશે : સાંજના ફેરા

રાજકોટ તા. ૩ : સર્વમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આગામી તા. ૮ ના શનિવારે મા-બાપ વગરની ૫૧ દીકરીઓને સાસરે વળાવવા સર્વજ્ઞાતિના શાહી સમુહ લગ્નોત્‍સવનું દમદાર આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવ્‍યુ હતુ કે ડ્રીમલેન્‍ડ પાર્ટીપ્‍લોટ, કણકોટ રોડ, રાજકોટ ખાતે આયોજીત આ સમૂહલગ્નમાં  જોડાનાર તમામ દીકરીઓને સોનાના દાણા, ચાંદીની ગાય, ચાંદીના પેન્‍ડલ, ફ્રીજ, ટી.વી., પલંગ, કબાટ સહીત ૧૨૧ થી વધુ વસ્‍તુઓ કરીયાવરમાં અપાશે.

જાન આગમન સાંજે ૪ વાગ્‍યે થશે. સાંજે ૬ વાગ્‍યે હસ્‍ત મેળાપ અને સાંજે ૭ વાગ્‍યે ભોજન વ્‍યવસ્‍થા રાખેલ છે. અંદાજીત ૮ થી ૯ હજાર જાનૈયા માંડવીયા માટે જમણવારની તૈયારી કરાઇ છે.

સમગ્ર આયોજનમાં દાતાઓનો સહયોગ મળેલ છે. મંડપ સર્વીસ માટે (સંજયભાઇ) આકાશ ઇવેન્‍ટનો અને લાઇટ ડેકોરેશેન માટે મહેશભાઇ તથા ફલાવર ડેકોરેશન માટે રાજેશભાઇ મોલીયા તેમજ સાઉન્‍ડ સર્વીસ માટે વિપુલભાઇ વિરમગામાનો સહયોગ મળેલ છે.

આ અવસરે લાઇવ લગ્નગીતોનું ઓરકેસ્‍ટ્રાના સથવારે આયોજન કરાયુ છે. જેમાં તેજશભાઇ શીશાંગીયા, રાહુલભાઇ મહેતા, રમેશભાઇ હિરપરા, સરસ્‍વતીબેન હિરપરા, દેવભાઇ ભટ્ટ, વિશાલભાઇ વરૂ, હિતેશભાઇ ઢાંકેચા, ઇમરાનભાઇ કાનીયા, કેયુરભાઇ પોપટા, રિયાઝ જેરીયા વગેરે સેવા આપશે.

સમગ્ર સમુહલગ્નને સફળ બનાવવા સર્વમંગલ સેવા ટ્રસ્‍ટની ટીમના પ્રવિણભાઇ  સખીયા, કિશોરભાઇ સોજીત્રા, રાજનભાઇ સખીયા, રમેશભાઇ રીબડીયા, યોગેશભાઇ સાકરીયા, પંકજભાઇ સખીયા, સંજયભાઇ જોશી, તારકભાઇ ગજેરા, પરેશભાઇ પીપળીયા, રાજુભાઇ ઓડેદરા, અનિલભાઇ માવાણી, કીર્તિભાઇ ચૌહાણ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં ‘અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાને સમુહલગ્નનું ભાવસભર નિમંત્રણ પાઠવી આયોજન અંગેની વિગતો વર્ણવતા સર્વમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટના આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(4:34 PM IST)