News of Monday, 3rd March 2025
માર્ચથી નર્મદા નીર બંધ થાય તે પહેલા શનીવારથી આજીમાં ફરી પાણી શરૂ
શહેરીજનો પાણીની ચિંતા છોડેઃ મનપા અને સરકાર કટિબધ્ધ : હાલ આજીમાં પ૦૦ એમસીએફટી, ન્યારીમાં પપ૦ એમસીએફટી નીર અપાશેઃ વધુ પાણીની માંગ સાથે સરકાર પાસે પદાધિકારીઓ ખોળો પાથરશે

રાજકોટ તા. ૩ :.. શહેરના મુખ્ય જળાશય એવા આજી ડેમમાં ૭૮૦ એમસીએફટી અને ન્યારી-૧ માં ૧૦પ૦ એમસીએફટી જળનો જથ્થો ઉપલબ્ધ હોય અને પાણી વિતરણ વ્યવસ્થા નિયમીત મળી શકે. અને એપ્રિલ અને મે માસમાં નર્મદાની સૌરાષ્ટ્ર કેનાલ બંધ થવાની હોવાથી શહેરીજનોને પાણની તકલીફ ન પડે તે માટે મનપાની માંગણી સ્વિકારી રાજય સરકારે શનીવારથી આજી-૧ માં પાણી ઠાલવવાનું શરૂ કર્યુ છે. જયારે નર્મદા લાઇનમાંથી પણ ૧૩પ એમએલડી આવે છે. એ બંધ થાય તો ઉનાળામાં મુશ્કેલી પડે તેનો વિકલ્પ આપવા મનપાના પદાધિકારીઓ સરકારને મળવા જશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.
મહાનગરપાલિકા દ્વારા આજે એક ડેમમાં તબક્કાવાર ૧૮૦૦ ડેમોમાં ૭૦૦ એમસીએફટી નર્મદાનીર સૌની યોજના હેઠળ આપવાની હાલમાં આજીમાં ૭૮૦ અને ન્યારીમાં ૧,૦૫૦ એમસીએફટી જળ જથ્થો ઉપલબ્ધ છે.
જો સૌની યોજના હેઠળ પાણી ન મળે તો રાજકોટમાં દૈનિક ૨૦ મિનિટ પાણી વિતરણમાં સમસ્યા ઊભી થાય તેમ છે સિંચાઈ વિભાગ દ્વારા એપ્રિલ મે મહિનામાં સૌરાષ્ટ્ર આખાની નહેર બંધ કરવાનું આયોજન હોય આગોતરા આયોજન રૂપે માર્ચ માસ દરમિયાન આજી અને ન્યારી સંપૂર્ણપણે ભરાઈ તે મુજબ નર્મદા આપવાની માગણી પત્ર દ્વારા રાજ્ય સરકારમાં કરવામાં આવી હતી. રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા શનિવારથી જ આજીમાં પાણી ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે. હાલ આજે એકમાં ૫૦૦ અને ન્યારી માં ૫૫૦ એમસીએફટી આપવામાં આવશે અને સાથો સાથ ૩૧ માર્ચ સુધીમાં બંને ડેમો ભરી દેવા રાજ્ય સરકાર દ્વારા તૈયારી રાખવામાં આવી છે. આમ શહેરમાં ઉનાળામાં પાણીના કારણે વિતરણ વ્યવસ્થા ન ખોરવાય તે માટે મનપા તંત્ર અને રાજ્ય સરકાર કટીબધ્ધ છે. (૫.૨૨)
શહેરના જળાશયની સ્થિતિ
જળાશયનું નામ ઉપલબ્ધ દૈનિક
જથ્થો MCFT ઉપાડ MLD
આજી-૧ ૭૮૦ ૧૪૦
ન્યારી-૧ ૧૦૫૦ ૭૦
ભાદર ૫૦૦૦થી વધુ ૪૦
હાલ આશરે કુલ ઉપાડ ૨૫૦
સ્થાનિક જળાશયમાંથી
(4:05 PM IST)










