તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
ઝાડા-ઉલ્ટી-તાવ-શરદી-ઉધરસના ૧૫૨૬ કેસ
મચ્છરજન્ય રોગચાળાના ડેન્ગ્યુ, ચિકુનગુનિયાના એક-એક દર્દી નોંધાયા : આરોગ્ય શાખા દ્વારા ૫૯૮ ઘરોમાં ફોગીંગઃ મચ્છર ઉત્પતી સબબ ૧૯૧ ને નોટીસ

રાજકોટ તા.૦૩: શહેરમાં મચ્છરજન્ય ડેન્ગ્યુ અને ચિકનગુનીયાના એક-એક તથા જયારે શરદી,તાવ, ઝાડા,ઉલ્ટીના ૧૫૦૦ થી વધુ દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે.
શહેરમાં મીશ્ર ઋતુમાં છેલ્લા અઠવાડીયામાં મચ્છરજન્ય રોગ સાથો સાથ પાણીજન્ય રોગે માથુ ઉંચકયું છે. ઉપરાંત ટાઇફોઇડના પણ દર્દી નોંધાયા છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૨૪ ફેબ્રુઆરી થી તા.૩ માર્ચ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય રોગચાળાના ૨ કેસ
છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુના ૧ ચિકનગુનીયાના ૧ સહિત કુલ ૨ કેસ નોંધાયો છે. જયારે મેલેરીયા નોંધાયો નથી.
શરદી-તાવના ૧૫૦૦થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૭૦૭ તેમજ સામાન્ય તાવના ૬૩૯ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૧૭૭ કુલ ૧૫૦૦ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૮૩૫૩ તેમજ સામાન્ય તાવના ૬૯૩૧ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૧૪૯૨ તથા ટાઇફોડનો ૧૯ તેમજ કમળાના ૬ તથા મરડાનાં એક પણ કેસ નોંધાયા નથી.
મચ્છર ઉત્પતિ સબબ ૧૯૧ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૧૭,૮૧૩ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૫૯૮ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૨૦૦ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૧૯૧ᅠ લોકોને નોટીસ પાઠવી હતી.
(3:54 PM IST)










