<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

ગોંડલ ચોકડી નજીક ખોડીયાર હોટલ પાસે ડમ્‍પરે બાઇકને હડફેટે લેતા દેવાભાઇનું મોત

રાજકોટ : ગોંડલ ચોકડી નજીક ખોડીયાર હોટલ પાસે ડમ્‍પરના ચાલકે પુર ઝડપે ડમ્‍પર ચલાવી બાઇકને હડફેટે લેતા કોઠારીયા સોલવન્‍ટ શુભમ પાર્કમાં રહેતા દેવાભાઇ ગમારા ને ગંભીર ઇજા થતા સારવાર માટે લોધીકા સરકારી દવાખાને ખસેડાયા હતા. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયુ હતું. આ બનાવ અંગે મૃતક વૃધ્‍ધના પુત્ર મનીષભાઇ ગમારાએ શાપર વેરાવળ પોલીસમાં ફરીયાદ નોંધાવતા ફરીયાદ થઇ છે.(૪.૩૩)

(3:54 PM IST)