<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

રોજગાર કચેરી અને શાપર- વેરાવળ એસો દ્વારા રોજગાર ભરતી મેળોઃ ૪૩ એકમો જોડાયા

રાજકોટઃ જીલ્લા રોજગાર કચેરી અને શાપર વેરાવળ ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોશીએશનનાં ઉપક્રમે રોજગાર ભરતી મેળો રાજકોટ જીલ્લાના ૪૩ જેટલા અગ્રણી ઔધોગિક એકમોમાં બહોળા પ્રમાણમાં રોજગારી આપવાના ઉમદા હેતુથી મેગા જોબફેર યોજાયો હતો.બહોળી સંખ્‍યામાં યુવાન ભાઇ-બહેનોએ ઉમેદવારી નોંધાવી હતી. કાર્યક્રમમાં શાપર- વેરાવળ ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોશીએશનના ચેરમેન અને ધારાસભ્‍યશ્રી રમેશભાઇ ટીલાળા, પ્રમુખ અમૃતભાઇ ગઢીયા, ઉપપ્રમુખ દિલીપભાઇ ઝાલાવાડીયા/ દુષ્‍યંતભાઇ ટીલારા, સેક્રેટરી અશ્વિનભાઇ વસાણી, હોદેદાર રતિભાઇ સાદરીયા, કારોબારી સભ્‍ય ઉદ્યોગપતિઓ તેમજ જીલ્લા રોજગાર કચેરી- રાજકોટનાં ઓફિસરો અને કર્મચારી ગણ ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:40 PM IST)