<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

ઇન્‍ડિયન ડાયેટિટિક એસો. અને રાજકોટ રનર્સ કલબ દ્વારા વુમેન્‍સ ડે નિમિતે ‘ફન રન' નું આયોજન

રાજકોટઃ તા.૩, આજના સમયગાળામાં લોકોના આરોગ્‍ય પર પ્રદૂષિત હવા, અનિયમિત ખોરાક આને બેઠાડું જીવનશૈલીને કારણે નકારાત્‍મક અસર થઇ રહી છે. તેથી, લોકોમાં આરોગ્‍ય પ્રત્‍યે જાગૃતિ લાવવા અને તંદુરસ્‍ત જીવનશૈલી અપનાવવાનો સંદેશ ફેલાવવા માટે વુમેન્‍સ ડેની ઉજવણીના ભાગરૂપે આઇડીએ-ઇન્‍ડિયન ડાયેટિટિક એસોસીએશન અને રાજકોટ રનર્સ કલબ દ્વારા ફન રનનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ ફન રન તા. ૯ ના સવારે ૬ થી ૭ વાગ્‍યે રેસકોર્સ બાલભવનથી શરૂ થઇ પ કિ.મી. સુધી રહેશે. આ દોડ દરમિયાન કવોલીફાઇડ ડાયટિશિયન્‍સ દ્વારા તૈયાર કરાયેલા આરોગ્‍યપ્રદ ખોરાક અને તંદુરસ્‍ત જીવનશૈલીને લગતા સ્‍લોગન બેનરો સાથે ભાગ લેનાર તમામ લોકોને જાગૃત કરાશે.   દોડમાં ભાગ લેનાર દરેક માટે નાસ્‍તા રૂપે કઠોળ અને સૂપની વ્‍યવસ્‍થા કરવામાં આવશે. ભાગ લેવા માટે નીચે આપેલ મ્‍ય્‍ કોર્ડ સ્‍કેન કરવા વિનંતી કરાઇ છે.

(4:46 PM IST)