તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
વડીયામાં બુધવારે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ
ગૌસેવા મિત્ર મંડળનું આયોજન : ૧૧ નવયુગલો જોડાશે : પૂર્વ રાત્રીએ રામામંડળનું પણ આયોજન : દીકરીઓને ૧૧૫ થી વધુ વસ્તુઓ કરીયાવરમાં અપાશે : સાંજના ફેરા : ચાંદલાની આવક રામજી મંદિરના જીર્ણોધ્ધારમાં વપરાશે

રાજકોટ તા. ૩ : શ્રી ગૌસેવા મિત્ર મંડળ વડીયા દ્વારા આગામી તા. ૫ ના બુધવારે ચતુર્થ સર્વજ્ઞાતિ સમુહલગ્નનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવ્યુ હતુ કે વડીયાના ગૌસેવા મિત્ર મંડળ સમૂહલગ્ન સમિતિના સર્વશ્રી વડીયાના સરપંચ મનીષભાઇ ઢોલરીયા, લલીતભાઇ વડેરીયા (કાળુમામા), રમેશભાઇ સંઘાણી, દિનેશભાઇ સેજપાલ, ભરતભાઇ વઘાસીયા, અશ્વિનભાઇ ઉંધાડ તેમજ વડીયાના રહેવાસીઓના સાથ સહકારથી આયોજીત આ સુમહલગ્ન તા. ૫ ના જુની હવેલી ગ્રાઉન્ડ, કૃષ્ણપરા, ત્રણ દરવાજા,, વડીયા મુકામે યોજેલ છે. પૂર્વ રાત્રીએ એટલે કે તા. ૪ ના મંગળવારે રાત્રે ૯ કલાકે રામામંડળનું આયોજન પણ કરાયુ છે. જયારે તા. ૫ ના બપોરે ૩ વાગ્યે જાન આગમન થશે. સાંજે ૭ વાગ્યે સ્વરૂચી ભોજન, રાત્રે ૮ વાગ્યે હસ્ત મેળાપ અને રાત્રે ૧૦ વાગ્યે કન્યા વિદાય અપાશે. આચાર્યપદે શાષાી નિલેશભાઇ ડી. ખીરા બીરાજી લગ્નવીધી કરાવશે.
દરેક કન્યાને દાતાઓના સહયોગથી સોનાની ચુક, સોનાના પાટલા, કબાટ, કીચનવેર, ઘરચોળુ સહીત ૧૧૫ થી વધુ વસ્તુઓ કરીયાવરમાં અપાશે.
સમૂહલગ્નોત્સવમાં મહંતશ્રી કરશનદાસબાપુ પરબધામ, સ્વામિનારાય મંદિરના સંતો મહંતશ્રી ભરતનાથજી બાપુ કંઠળનાથજીની જગ્યા વડીયા, મહંતશ્રી વિભુતિનાથજી બાપુ બિલેશ્વર મંદિર વડીયા, મહંતશ્રી સર્વાનંદ બાપુ દિવ્યલોક વડીયા, મહંતશ્રી સખુરામબાપુ મેંદરડા, મહંતશ્રી કમલનાથજી બાપુ ભીડભંજન, શ્રી વિઠ્ઠલદાસબાપુ વડીયા સહીત અનેક સંતો મહંતો પધારી નવદંપતિને આશીર્વચનો આપશે.
તેમજ પૂર્વ કેબીનેટ મંત્રી શ્રી બાવકુભાઇ ઉંધાડ, નરેશભાઇ દેવાણી મુંબઇ, પ્રદીપભાઇ ખેતાણી વડીયા, ધીરુભાઇ ઢોલરીયા પ્રતીક્ષા ગ્રુપ અમદાવાદ, રાજુભાઇ મહેતા લીલા ગ્રુપ અમદાવાદ, રાજુભાઇ ગણાત્રા અમદાવાદ, નવઘણભાઇ આહીર દિવ્યા કન્સ્ટ્રકશન, માસુકભાઇ ગાંઠાણી મુંબઇ, દિવ્યાંગભાઇ દોશી અવધ ગ્રુપ સુરત, દિનેશભાઇ પારેખ રાજકોટ, મામલતદાર શ્રી વડીયા , પીએસ.આઇ. શ્રી વડીયા પ્રવિણભાઇ વાઘીયા, તલાટી કમ મંત્રી વડીયા સહીત અનેક રાજકોટ સામાજીક આગેવાનો ઉપસ્થિત રહી નવદંપતિઓને શુભેચ્છા પાઠવશે. સમગ્ર સમુહલગ્નોત્સવને સફળ બનાવવા અંતિમ યાત્રા રથ સેવા ગ્રુપ, એમ્બ્યુલન્સ સેવા ગ્રુપ, ગાયત્રી ચોક યુવક મંડળ, ગાંધી ચોક યુવક મંડળ, ગુલઝાર ગ્રુપ, ભવની ચોક યુવક મંડળ, આશાપુરા ગરબી મંડળ, ધુંધળીનાથ યુવક મંડળ, મહેતા લાઇન ગરબી મંડળ, મોરભાઇ ચોક યુવક મંડળ, વેલનાથ યુવક મંડળ, રાધિકા ધૂન મંડળ, ગોપી મંડળ કૃષ્ણપરા, મારૂતિ અન્નક્ષેત્ર ગ્રુપ, પ્રાણી તૃપ્તિ સેવા મંડળ વડીયા ગૌશાળા, પ્રાણકુંજ ગૌશાળા ગ્રુપ, ગોવર્ધન ગૌશાળા ગ્રુપ, સ્મશાન કમીટી ગ્રુપ સહીત નાની અનામી સંસ્થાઓ સેવા આપશે. વધુ માહીતી માટે કાળુમામા મો.૯૮૯૮૦ ૭૧૪૫૦ નો સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ગૌસેવા મિત્ર મંડળ વડીયાના લલીતભાઇ વડેરીયા (કાળુમામા), અરૂણભાઇ નિર્મળ (ભાજપ મીડીયા સેલ), હર્ષદભાઇ સગર ભાજપ અગ્રણી, સુરેશભાઇ પરમાર (મીડિયા પ્રદેશ ભાજપ) નજરે પડે છે. (૧૬.૧)
(3:35 PM IST)










