તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
પદ્મશ્રી પુરસ્કૃત અને જમનાલાલ બજાજ આંતરરાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત ઇન્દ્રા
ગાંધીમૂલ્યો આધારિત, સર્વધર્મસમાવેશી માનવતા અને શાંતિના પુરસ્કર્તા અને બાલી (ઇન્ડોનેશિયા)માં ગાંધી આશ્રમો સ્થાપનાર ઇન્દ્રા ઉડયાન : લોક વિજ્ઞાન કેન્દ્રમાં આજે રાજકોટના નાગરિકો સાથે મુલાકાત અને પ્રવચનો બે દિવસના રોકાણ દરમિયાન લગભગ : દસેક સામાજીક/શિક્ષણ સંકૂલોની મુલાકાત ગાંધીમૂલ્યો દ્વારા જ વિશ્વ પર્યાવરણ અને માનવતાનું જતન શકય છેઃ ઇન્દ્રા : બાલીમાં કરોડો રૂા.ની વારસાઇ સંપતિ જતી કરી દીક્ષાર્થી થયા પછી ગાંધીમાં શ્રદ્ધા બેઠી છે : તેમને ત્યાં આશ્રમી કેળવણી અને ગુરૂકૂલ જેવી જીવન શૈલી શીખવાય છે

રાજકોટઃ શહેરના આંગણે અતિથીવિશેષ તરીકે પધારેલા પદ્મશ્રી પારિતોષક નવાજેલા ઓગસઇન્દ્ર ઉડયાન ઇન્ડોનેશીયાના બાલી જેવા વિશ્વપ્રસિધ્ધ પર્યટક સ્થળથી આવેલા છે. ‘બાલી' ટાપુસમૂહમાં તેમણે ગાંધીવાદી મૂલ્યો આધારિત ‘નઇતાલીમ' અને આશ્રમ જીવન કેળવણી આધારિત મયાદિત સંખ્યામાં જરૂરિયાતમંદ બાળકો માટે બાલી તેમજ લોમ્બોકમાં અહિંસા, સત્ય અને સર્વસમાવેશી માનવતાવાદ તાલીમ આપતા ચાર આશ્રમ સ્થાપ્યા છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં તેમણે લોકશાહી, ધાર્મિક, સહિષ્ણુતા અને સુસંવાદિતા ધાર્મિક વૈશ્વિતાવાળી પ્રજાઓ સાથે અનેક સંવાદો સાધીને ગાંધીમૂલ્યોને અને તેની પ્રાસંગિકતાને આંતરરાષ્ટ્રીય ફોરમ પર રજુ કરીને ર૧ મી સદીમાં ગાંધી મૂલ્યો કેટલા શાશ્વત છે અને જો વિશ્વે અને માનવજાતે યુધ્ધખોરી અને ઉપભોકતાવાદમાંથી બચવુ઼ હશે, પર્યાવરણ અને માનવતાને જીવંત રાખવી હશે તો ગાધીતત્વ, વિચારઅને આચરણ અનિવાર્ય છે તેવું દૃઢપણે માને છે.
સંખ્યા કરતાં ગુણવતા આધારિત સવારથી રાત્રિ સુધીની આશ્રમી જીવન અને ગુરુકુલ પરંપરા અનુરૂપ કેળવણી અને શાળા/યુનિ. ના શિક્ષણ એમ બંનેનો સમન્વય કરીને માત્ર ૩૦-૩૦ જેટલા યુવક-યુવતીઓને તેમના આશ્રમમાં તૈયાર કરી રહ્યા છે. એ એક અનોખી વ્યવસ્થા તમામને અચંબામાં મૂકે તેવી છે. સવારે ૪-૩૦ વાગ્યે બ્રહ્મ મુહુતમાં ઉઠીને વૈયા-હિન્દુ-બૌધ્ધ-અન્ય ધર્મની પ્રાર્થનાઓ સાથે દૈનિક કાર્યો ચાલુ થાય છે. ગાંધીજીના લખાણો તેમણે ‘ઇન્ડોનેશિયન' ભાષામાં પ્રકાશિત કર્યા છે.
દરેક વિદ્યાર્થીએ દીક્ષાર્થી તરીકે સવારે વહેલા ઉઠીને સવાર-સાંજની પ્રર્થનામાં યોગના વર્ગો, આસપાસના રહેવાસી અને ચોગાનોની સફાઇ, ગાંધીદર્શનના વર્ગો, મહાશાંતિ પુજામાં સામેલ થવું અનિવાર્ય છે. જેથી આસપાસના લોકોને પણ ભાઇચારા, સ્વાવલંબન, શ્રમ, દ્વારા કેળવણી તેમજ પર્યાવરણ અંગેની સમજણ કેળવાય છે.
દોઢ દસકાથી વધુ સમાજલક્ષી શિક્ષણનો ભેખ લેનાર ઓગસ ઇન્દ્ર ઉડયાન મુળભૂત રીતે ઇન્ડોનેશિયાના અતિ અબજોપતિ ધનાઢય કુટુંબમાંથી આવે છે જેની પાસે બાલીમાંના અનેક રિસોર્ટની માલિકી છે, પણ બચપણથી ધર્મ પ્રત્યેની આસ્થાએ તેમને હિંદુ ધર્મમાં દીક્ષા લીધી અને અપરિણિત બ્રહ્મચારી તરીકેનું જીવન પસંદ કર્યુ, પણ ધર્મમાંથી એવા કોઇ કાર્યક્રમનો આવિષ્કાર શોધી શકયા નહિ, ત્યારે ગુજરાત વિદ્યાપીઠમાં ત્યારના કુલપતિ શ્રી રવીન્દ્ર વર્માએ શરૂ કરેલ વિદેશીઓ માટેનો અભ્યાસક્રમ માટે ‘શાંતિ- ગાંધી વિચાર' વિભાગમાં જોડાયા,ત્યારબાદ વર્ધાની ગાંધીવાદી સંસ્થાઓ અન્ય અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ ગ્રામોદ્યોગ ચલાવતી સંસ્થાની મુલાકાત લીધા પછી બાલીના બાળકો માટે, તરૂણો માટે ‘ગાંધીની નઇતાલીમ'અને બુનિયાદી કેળવણી' જ સાચો રાહ છે તેની પ્રતિતિ કર્યા પછી એક...બે નહિ પણ ચાર આશ્રમો શરૂ કર્યા છે જયાં ભારતીયો, ફિલ્મનિદેશકો, કલાકારો ગાંધીઅન વિચારતા અને ધર્મના અગ્રેસરો પણ નવાજેશ.
ઇન્ડોનેશીયા કે ભારત કોઇપણ સરકારની સહાય લેવાની ઓફરો નમ્રતાપૂર્વક ‘ના' પાડવાની આકરી કસોટી પાર કરનાર ઇન્દ્રા વિનોબા ભાવેની જેમ ‘‘અ-સરકારી જ અસરકારી સિધ્ધાંતને ચુસ્તપણે વળગેલા છે. ઓગસ ઇન્દ્રાએ પોતાના કરોડો રૂા.ના વારસાઇને તો જતો કર્યોપણ તેમના કુટુંબ પાસેથી પણ કોઇ ભંડોળ નહિ લીધું ન કોઇ સરકાર પાસે, તેમના સાતત્યપૂર્ણ ગાંધીઅન ફિલસૂફી આધારિત અદભૂત પાવનતાવાદી અને ભાઇચારાના સમન્વયથી વિચાર માટે તેમને ર૦૧૧ નો જમનાલાલ બજાજ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો ત્યારે તેમને દેશ-વિદેશમાં એક સામાજીક ઓળખ ઊભી થઇ હતી. અને ર૦ર૦ માં તેમને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના હસ્તે ‘પદ્મશ્રી પુરસ્કારથી નવાજેશ કરવામાં આવ્યો ત્યારે ઇન્દ્રા તેમની વૈશ્વિક ઓળખે સમગ્ર ભારત અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિશેષ ગરીમાપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું અને હવે અનેક આંતરરાષ્ટ્રીય અને ભારતીય સંસ્થાનો,ગાંધીઅન સંસ્થાઓ, સરકારી, બીન સરકારી કાર્યક્રમો પરિસંવાદોમા઼ તેમને ગાંધીઅન મૂલ્યોના પુરસ્કર્તા અને ‘સર્વ સમાવેશી ભાઇચારા પરના પ્રવકર્તા તરીકે વારંવાર બોલાવી નિમંત્રીત કરવામાં આવે છે.
રાજકોટને આંગણે તેમના ભરચકક યોજાયેલા કાર્યક્રમોમાં સતત બે દિવસમાં મુખ્ય કાર્યક્રમ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે રાજકોટના નગરજનો, સામાજીક આગેવાનો, મહાનગરપાલિકાના ચુંટાયેલા પ્રતિનિધિઓ, સાથે એક શુભેચ્છા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને તે બાદ સાંજે પ-૩૦ કલાકે ‘બાલીનો ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો તેમજ ગાંધીભૂલ્યોથી શાંતિ, સંવાદિતા અને સહઅસ્તિત્વથી શીખ'એ વિષય લોકવિજ્ઞાન કેન્દ્રમાં શ્રી ઓગસ ઇન્દ્રાનું વ્યખ્યાન રાખવામાં આવેલ છે. જેમાં અતિથિવિશેષ તરીકે રામકૃષ્ણ મીશનના અધ્યક્ષ શ્રી નિખીલેશ્વરાનંદ તેમજ ગુજકોસ્ટ ગાંધીનગરના ડાયરેકટ ડો. નરોત્તમ શાહ ઉપસ્થિત રહેનાર છે. રાજકોટની કેટલીક ‘શિક્ષણ સંસ્થાઓ, ઝુંપડપટ્ટીના બાળકો માટે ચાલતી શાળા, ફૂટપાથ પર ચાલતી શાળા, યુનિ.ઓ અને કોલેજો અને માનવતાપ્રેરક ફીઝીકલી ચેલેન્જ બાળકો માટેની શિક્ષણ સંસ્થાઓ, કબા ગાંધીનો ડેલો તેમજ રાષ્ટ્રીયશાળાની મુલકાતનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આલેખનઃ ડો. અનામિક શાહ
પૂર્વ કુલપતિ ગુજરાત વિદ્યાપીઠ મો. ૯૮રપર ૧પ૬પ૬
(3:35 PM IST)










