<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

સેવા અને સુરક્ષાના ગૌરવશાળી ૨૫ વર્ષ રાજકોટ ખાતે પૂર્ણ કરતી CISF

તા.૦૪થી ૧૦ માર્ચ સુધી મીલેટ્‍સ મેળા, વળક્ષારોપણ, મેડીકલ કેમ્‍પ સહિતના ઇવેન્‍ટ યોજાશે : ૯ માર્ચે ગુજરાતથી કન્‍યાકુમારી સુધી સાયકલ રેલી યોજાશે

રાજકોટ, તા.૩: ભારતના સેન્‍ટ્રલ ઇન્‍ડસ્‍ટ્રીઅલ સિકયુરીટી ફોર્સ (કેન્‍દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ - C.I.S.F.)ના જવાનો દેશના મહત્‍વપૂર્ણ ઔદ્યોગિક સાહસો, એરપોર્ટ, દરિયાઈ બંદરો, પરમાણું અને અંતરીક્ષ અનુસંધાન કેન્‍દ્રો, સરકારી ભવનો તથા અન્‍ય સંવેદનશીલ સંસ્‍થાઓની સુરક્ષા અર્થે ૨૪×૭ ખડેપગે રહે છે.

જે સંદર્ભે રાજકોટના એરપોર્ટની સુરક્ષા માટે તૈનાત CISF (સેન્‍ટ્રલ ઇન્‍ડસ્‍ટ્રિયલ સિકયુરિટી ફોર્સ) યુનિટની સ્‍થાપના વર્ષ ૨૦૦૦માં થતાં ૭ માર્ચે ૨૫ વર્ષ પૂર્ણ થશે.

આ ઐતિહાસિક સિધ્‍ધિને યાદ કરવા સી.આઈ.એસ.એફ.ના ડેપ્‍યુટી કમાન્‍ડન્‍ટશ્રી અમનદીપ શિરસ્‍વાએ જણાવ્‍યું હતું કે, તા.૦૪ થી ૧૦ માર્ચ સુધી વિવિધ ઈવેન્‍ટનું આયોજન કરવામાં આવશે. આ રજત જયંતિ ઉજવણી ફક્‍ત એક ઉત્‍સવ નહીં પરંતુ સુરક્ષા, સમાજ સેવા અને સમુદાયની ભાગીદારીનું ઉદાહરણ હશે. જે અન્‍વયે તા.૦૪ માર્ચે રાજકોટમાં સી.આઈ એસ એફ યુનિટ લાઈન એ.એ.આઈ.કોલોની ખાતે સવારે ૮ વાગ્‍યાથી સાંજે ૪ વાગ્‍યા સુધી મીલેટ્‍સ મેળાનું આયોજન થશે. તા.૦૫/૦૩/૨૦૨૫ના રોજ હિરાસર બામણબોર ગામ ખાતે વળક્ષારોપણનો કાર્યક્રમ યોજાશે. તા.૦૭/૦૩/૨૦૨૫ના રોજ હીરાસર એરપોર્ટ ખાતે સવારે ૧૦થી ૧૧.૩૦ સુધી સી.આઈ.એસ.એફ.ના કમાન્‍ડો દ્વારા ક્‍વિક રીએકશન ટીમના કમાન્‍ડો દ્વારા વિવિધ કરતબ કરવામાં આવશે ઉપરાંત ડોગ શોનું આયોજન થશે. તા.૦૮/૦૩/૨૦૨૫ના રોજ રોટરી ક્‍લબના સહયોગથી સી.આઈ એસ એફ યુનિટ લાઈન કોલોની ખાતે સવારે ૮ વાગ્‍યાથી મેડીકલ કેમ્‍પનું આયોજન કરાશે. તા.૦૯/૦૩/૨૦૨૫ના રોજ ભારતના ગુજરાત અને પશ્‍ચિમ સુધી વિવિધ ઈવેન્‍ટનું આયોજન થશે.

(3:32 PM IST)