તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
શાસ્ત્રીનગરના નિવૃત ASI ગણપતસિંહ ઝાલા લાપત્તા
વૃધ્ધના પુત્રએ પ્ર.નગરમાં પોલીસમાં જાણ કરતા શોધખોળ

રાજકોટ, તા., ૩ : શહેરના લાલ બહાદુર શાષાીનગરમાં રહેતા નિવૃત એએસઆઇ પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરીવારજનોએ તેની શોધખોળ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ લાલ બહાદુર શાષાીનગરમાં રહેતા નિવૃત એએસઆઇ ગણપતસિંહ બહાદુરસિંહ ઝાલા (ઉ.વ.૬૭) ગત તા.ર૭-રના રોજ માનસીક અસ્થીરતાના કારણે ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઇ પત્તો ન લાગતા તેના પુત્રએ પ્ર.નગર પોલીસમાં જાણ કરતા પોલીસે ગુમની નોંધ કરી તપાસ હાથ ધરી છે. વૃધ્ધે ગુલાબી કલરનો જભ્ભો કાળા કલરનું જીન્સ પહેરેલ છે. તેના જમણા પગમાં ખરજવાનું નિશાન છે. આ અંગે હેડ કોન્સ. અલ્પેશભાઇ વઘેરાએ તપાસ હાથ ધરી છે. જો કોઇને આ વૃધ્ધ જોવા મળે તો પ્ર.નગર પોલીસ સ્ટેશન ફોન નં. ૦૨૮૧-ર૪૪૬૦પપ ઉપર સંપર્ક કરવા જણાવ્યું હતું.
(4:46 PM IST)










