તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
ઓશોના પ્રખર સન્યાસી સત્ય પ્રકાશ સ્વામી ઉપર હૃદયરોગનો ગંભીર હુમલો : તાત્કાલીક ઓપરેશન હાથ ધરાયુઃ તબિયત સ્ટેબલ

રાજકોટ : ઓશો સત્પ્રકાશ ધ્યાન મંદિર તથા ઓશો ગીતા-નિવેદિતા ધ્યાન મંદિરના સંચાલક, ટ્રસ્ટી તથા એક્ઝીક્યુટર સત્યપ્રકાશ સ્વામી ઉપર હૃદય રોગનો ગંભીર હુમલો આવતા તેમને તાત્કાલીક વોકહાર્ટ હોસ્પિટલમાં ૫ દિવસથી દાખલ કરેલ છે.
છેલ્લા પ દિવસથી ઘનિષ્ઠ સારવાર ચાલુ છે તાકિદના ઓપરેશન બાદ તેમને સંપુર્ણ આરમની સલાહ અપાયેલ છે. તેમના અંગે વિશેષ સંપર્ક શ્રી સંજીવ રાઠોડ (મો. ૯૮૨૪૮ ૮૬૦૭૦) તથા સ્વામી પ્રેમ મુસાફિર (મો. ૯૩૨૮૫ ૨૦૫૯૩)નો સંપર્ક કરવા ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર તરફથી જણાવાયું છે.
(4:18 PM IST)










