તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
રમઝાન માસ શરૂઃ મુસ્લિમ સમાજ તપસ્યામાં પ્રવૃતઃ ર૯ રોઝા થશે
શિયાળાના અંતિમ દિવસોમાં પવિત્ર માસ આવતા મિશ્ર હવામાન રહેશેઃ પણ છેલ્લા ૧પ રોઝામાં ગરમીનો અહેસાસ વર્તારો : રવિવારે પહેલો રોઝો થતા સરળતા મળી તેમ હવે સોમવારે ઇદ નિヘતિ હોઇ પૂર્વ રવિવારના લીધે સરળતા રહેશે : આ વખતે હરણી રોઝો અને અંતિમ શુક્રવાર એક સાથેઃ ૪ વર્ષે ફરી આ ઘટનાનું પુનરાવર્તન : ઇદ પૂર્વે ચંદ્ર દર્શનનો અભાવ સજોવાની શકયતા

(ફાઇખ દ્વારા) રાજકોટ, તા. ૩: પરમદી' શનિવારે સાંજે આકાશમાં સ્વચ્છ ચંદ્રદર્શન થઇ જતા ગઇકાલે રવિવારથી ઇસ્લામ ધર્મના પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થવા સાથે આજે બીજો રોઝો પણ થઇ ચુકયો છે.
બીજી તરફ સાઉદી અરેબિયા સહિતના દેશોમાં શનિવારે પહેલો રોઝો થયો છે. જયારે આફ્રીકન દેશોમાં રવિવારે પહેલો રોઝો થયો છે. પૂર્વે નિર્દેશ મુજબ ગત શા'બાન માસના ૩૦ દિવસ પુરા થયા છે અને રવિવારથી રમઝાન માસ શરૂ થતા વર્તારા મુજબ ર૯ રોઝા થશે જો કે આ વખતે ૧૦ દી' વહેલો રમઝાન માસ શરૂ થયો છે. ગયા વર્ષે ૧ર-૩-ર૪ ના પહેલો રોઝો હતો. ટુંકમાં રમઝાન માસનો પ્રારંભ થતા જ મુસ્લિમ ભાઇ-બહેનો અને બાળકો બંદગીમય બની ગયા છે અને આધ્યાત્મિકતામાં ગરકાવ થઇ ગયા છે. રમઝાન માસ શરૂ થતા જ દરરોજ સાંજે વેપાર રહેતો હોઇ મુસ્લિમ વિસ્તારોમાં ખાણી પીણીની લારીઓ-દુકાનો ધમધમતા થઇ ગયા છે.
અત્રે એ નોંધનીય છે કે, રમઝાન માસ છેલ્લા કેટલાક વર્ષોથી ગરમીની ઋતુમાં રહે છે જેમાં આ વખતે શિયાળાના અંતિમ દિવસોમાં રમઝાન શરૂ થતા મિશ્ર હવામાન વચ્ચે હાલમાં જે ગરમી લાગે છે તે હવે વધશે જેથી ૩પ ડીગ્રી ઉપર ઉષ્ણાતામાન રહે અને સંભવત છેલ્લા ૧પ રોઝામાં ગરમીનો ભારે અહેસાસ રહેવાની શકયતા છે.
આ વખત રોઝા રાખનારાઓ માટે ઉત્સાહજનક સમાચાર એ છે કે હિન્દુ સમાજના અનેક ભાઇ બહેનો પણ જે રોઝા રાખે છે અને તેને હરણી રોઝો તરીકે ઓળખવામાં આવે છે તે ર૭ મો રોઝો તા. ર૮૩ ના રહેશે એ દિન શુક્રવાર હોઇ આ વખતે એક ઉત્સવ સમાસંયોગ સર્જાવા પામેલ છે.
અત્રેએ નોંધનીય છે કે ‘હરણી રોઝો' અને અંતિમ શુક્રવાર એક સાથે થયાની ઘટના છેલ્લે ર૦રરમાં બની હતી જે આ વર્ષે પણ થતા ૪ વર્ષ આ સંયોગનું ફરી પૂનરાવર્તન થયુ છે. જો કે, ર૦રરમાં પણ રમઝાન માસ રવિવારે શરૂ થયો હતો પણ ત્યારે ૩૦ રોઝા પુરા થતા મંગળવારે ઇદ થઇ હતી પણ ર૭ માં રોઝાનો આ સંયોગ રહ્યો હતો જે ફરી રમઝાન માસ રવિવારે શરૂ થતા સંર્જાયો છે. પણ આ વખતે ૩૦ નહીં પણ ર૯ રોઝાની શકયતા રહેલી છે.
મુસ્લિમ સમાજમાં કેટલીક રાત્રિઓનું પણ મહતવ રહેલુ છે જેથી રમઝાન માસની પવિત્ર રાત્રિઓ ર૧ મી રાત્રિ તા. ર૧-૩ને શુક્રવારે, ર૩ મી રાત્રિ તા. ર૩-૩ ને રવિવાર, રપ મી રાત્રિ તા. રપ-૩ ને મંગળવારે, ર૭ મી રાત્રિ તા. ર૭-૩ ને ગુરૂવાર તથા ર૯ મી રાત્રિ તા. ર૯ ને શનિવાર ના રોજ મનાવવામાં આવશે.
આ વખતે રવિવારથી રવિવાર રમઝાન માસ ચાલશે અને વર્તારાના નિર્દેશ મુજબ ર૯ રોઝા થશે અને પોણા ચૌદ કલાકના રોઝાનો સમય ગાળો રહેશે ત્યારે બીજી તરફ આ વખતે ‘હરણી રોઝો' અને અંતિમ શુક્રવારે એક સાથે હોઇ આ દિવસ આખો દિ' ભારે ધમધમાટ રહેશે પરંતુ તે પછી શનિ-રવિ હોઇ અને સોમવારે ઇદ ઉજવણી નિヘતિ હોય ત્યોર ઇદ પૂર્વના રવિવારના લીધે ઇદ ઉજવણીની તૈયારીઓમાં સરળતા અને ઉત્સાહ જળવાઇ રહેશે.
આ વખતે શાબાન માસના ૩૦ દિ' પુરા થયા છે ત્યારે ચાલુ રમઝાન માસના ર૯ દિવસ થાય આથી ૩૦ માર્ચને રવિવારે સાંજે ચંદ્રદર્શનની પૂર્ણ સંભાવના છે પણ આ દિવસે ગરમીના દિવસો હશે અને ચંદ્રદર્શન અસ્પષ્ટ યા તો સુક્ષ્મ રહે તેવો વર્તારાનો નિર્દેશ હોઇ ચંદ્રદર્શનનો કયાંક અભાવ સર્જાય તો ઇદ ઉજવણી માટે ‘‘ગવાહી'' લેવી પડે તેવા સંજોગો સર્જાવાની શકયતા પણ રહેલી છે.
આ રમઝાન માસમાં દરેક પુખ્ત વયના મુસ્લીમસ્ત્રી-પુરૂષોને ખુદા તરફથી રોઝા રાખવા ફરજીયાત છે. આ રોઝાએ એક ‘ઉપવાસ' જ છે. જેમાં પરોઢીયાથી લઇ છે ક સુરજ આથમે ત્યાં સુધી મુસ્લીમ ભાઇ-બહેનો રોઝા રાખે છે અને આ રોઝામાં અન્નજળનો ત્યાગ કરવામાં આવે છે એ ત્યાં સુધી કે ગળા નીચે થુંક પણ ઉતારવામાં આવતુ નથી આમ નર્યા નકોર ઉપવાસ કરવામાં આવે છે એ સાથે દિવસના પાંચ વખતની નમાઝ સમયસર પઢવામાં આવે છે. એટલું જ નહીં રાત્રે પણ વધારાની ‘સળંગ' તરાવીહની નમાઝ દોઢ કલાક માટે પઢવામાં આવે છે.
ઉપરાંત મુસ્લીમો કુર્આન પઠન અને ઇબાદતમાં મશગુલ બની જાય છે એ જોતા રમઝાન માસ શરૂ થતા જ મુસ્લીમ સમાજમાં આધ્યાત્મીકતા છવાઇ જાય છે. હાલમાં વ્હેલી સવારે પ/૪પ સુધી જ ભોજન લઇ શકાશે અને સાંજે ૬/પ ૮ થી ભોજન લઇ શકાશે આમ રોઝાનો આ ક્રમ રહેતો હોય છે.

રવિવારે જ પહેલો રોઝાનો અકિલાનો પૂર્વ અહેવાલ સત્ય ઠર્યો
ગત તા. ૧-૩-ર૦રપ ના શનિવારની સાંજે આકાશમાં ચંદ્રદર્શન થતા રવિવાર ગઇકાલથી રમઝાન માસનો પ્રારંભ થયેલ છે જો કે, ગત તા. ૧૯-ર-રપ ને બુધવારના રોજ રોઝા શરૂ થવાના ૧૦ દિવસ પહેલા ‘‘અકિલા''માં આ અંગેનો પત્રકાર ફાઇખ લિખિત અહેવાલ પ્રસિધ્ધ થયેલ હતા જે મુજબ જ પ્રથમ રોઝો રવિવારે જ થયેલ છે જે અહેવાલ સત્ય ઠરેલ છે. જેની પ્રતિકૃતિ....
(11:03 AM IST)










