<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd March 2025

પોપટપરાના મોહસીન જુણેજાને દેશી પિસ્તોલ સાથે શહેર એસઓજીએ પકડ્યો: ફિરોઝભાઈ રાઠોડ તથા હાર્દિકસિંહ પરમારની બાતમી: પીઆઇ એસ.એમ. જાડેજા, પીએસઆઇ માજીરાણા અને ટીમની કાર્યવાહી

રાજકોટ: શહેર એસઓજીની ટીમે વધુ એક વખત ગેરકાયદે હથિયાર સાથે એક શખ્સને પકડી લીધો છે.

ટીમ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી ગેરકાયદેસર હથીયાર ધરાવતા શખ્સોને શોધી કાઢવા સૂચના મળતા હેડકોન્સ. ફિરોઝભાઈ હનીફભાઇ રાઠોડ તથા પો.કોન્સ. હાર્દિકસિંહ જગતસિંહ પરમારને મળેલી બાતમી પરથી કપીલા હનુમાન મેઇન રોડ ભુપત બાઇડીંગ વર્કસ નામની દુકાન સામે રોડ ઉપરથી મોહસીન શરીફભાઇ જુણેજા (ઉ.વ.૪૨ ધંધો-ડ્રાઇવીંગ રહે- પોપટપરા મેઇન રોડ શેરી નં.૫ ગોકુલ કોમ્પલેક્ષ પાછળ મહેબુબભાઇ મેમણના મકાનમાં ભાડેથી રાજકોટ)ને રૂ. ૧૦ હજારની કિંમતની પિસ્તોલ સાથે પકડી લીધો હતો. આ શખ્સ અગાઉ રાજકોટ ધ્રોલમાં મારામારી ધમકીના ગુનામાં પકડાયો હતો. પિસ્તોલ ક્યાંથી લાવ્યો તેની તપાસ થઈ રહી છે.

 પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ અને સ્પેશયલ બ્રાન્ચ) ડો.પાર્થરાજસિંહ ગોહીલ તથા મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ભરત બી.બસીયાની સૂચના અનુસાર પોલીસ ઇન્સપેકટર એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી શાખાના પો.સબ.ઈન્સ. એમ.બી.માજીરાણા તથા એ.એસ.આઇ. ધર્મેશભાઈ ખેર તથા પો.હેડ.કોન્સ. ઈન્દ્રસિંહ જાડેજા તથા મૌલિકભાઈ સાવલીયા તથા ફિરોજભાઈ રાઠોડ તથા પો.કોન્સ. હાર્દીકસિંહ પરમારએ આ કામગીરી કરી હતી.

(10:07 AM IST)