<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

રાજકોટ પબ્‍લીક સ્‍કુલમાં બાળ સલામતી જાગૃતિ કાર્યક્રમ

 

રાજકોટઃ અંબિકા ટાઉનશિપ, જીવરાજ પાર્કમાં આવેલ રાજકોટની નામાંકિત ‘રાજકોટ પબ્‍લિક સ્‍કૂલ'માં વિદ્યાર્થીઓમાં સ્‍વરક્ષણ અને સલામતીની જાગળતિ લાવવા માટે ‘બાળ સલામતી જાગળતિ કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યકમમાં પોલીસ વિભાગના ભાર્ગવસિંહ ઝણકાત (પી.આઇ.એન્‍ટી હ્યુમન ટ્રાફિક), બિંદુ પાલાચાર્ય (પીએસઆઇ મહિલા પોલીસ સ્‍ટેશન), પાયલ ગોહેલ (કોન્‍સ્‍ટેબલ, શી ટીમ), મીનુ જસદણવાળા (લેક્‍ચરર, મહિલા કોલેજ), જીગ્નેશ ખુંટ હાજર રહીને બાળકોને અજાણી વ્‍યક્‍તિ સાથે કેવી તકેદારી રાખવી, ઓનલાઈન ગેમના ભયસ્‍થાનો, સોશિયલ મીડિયાના લાભાલાભ તેમજ છેડતીના બનાવોના ઉદાહરણ આપીને તેની ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી. આવા બનાવોથી કેવી રીતે બચવું તે વિશે લાઈવ ડેમો દ્વારા બાળકો સાથે તેની ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન, મહેમાનોનું એર્સ્‍કોટિંગ અને મહેમાનોનું સ્‍વાગત સ્‍કૂલના વિદ્યાર્થીઓ માકડિયા પ્રાચી, ઓઝા કિરણ, અધડુક સ્‍નેહ, વિરપરિયા હેત, સંતોકી કાવ્‍યા, કણસાગરા હેત્‍વી, ફળદુ સાકેત, શોભાશણા દેવાંશ અને હિંગરાજીયા ક્રિષાએ કરેલ હતું. આ તકે સ્‍કૂલના ટ્રસ્‍ટીઓ અને કેળવણીકાર જીતેશભાઇ ઉકાણી, લખનભાઈ પટેલ અને આનંદભાઈ ડઢાણીયા ઉપસ્‍થિત રહેલા હતા. તે સમયની તસ્‍વીર

(3:49 PM IST)