તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd February 2025
શ્રી આનંદી એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ દ્વારા કાલે સમુહલગ્નઃ ૧૧ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે

રાજકોટઃ શ્રી આનંદી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે તા.ર૩ના રવિવારે રરમાં સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.
ભકિતનગર રેલ્વે સ્ટેશનની પાછળ ૧-લક્ષ્મીનગર, આંબેવ ચોક ખાતે કાલે ર૩મીના રવિવારે આયોજીત સર્વજ્ઞાતિય સમુહલગ્નમાં ૧૧ નવદંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે. કરીયાવરમાં દીકરીઓને ર૦૦થી વધુ વસ્તુઓ આપવામાં આવશે.
આ પ્રસંગે સંતો, મહંતો, દાતાઓ, આગેવાનો ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વાદ આપશે.
આયોજનને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ રમેશભાઇ ચાવડીયા મો.૯પ૮૬૧ ૩૩૦૩૩, મંત્રી ધનસુખભાઇ કાસમપરા, ખજાનચી હિરેનભાઇ રાઠોડ, જીજ્ઞેશભાઇ મોરી, દિલીપભાઇ ચાવડીયા, મહેશભાઇ વરમોરા, પ્રકાશભાઇ જોટાણીયા, ઉમેશભાઇ જાડેજા, સંજયસિંહ પરમાર, હરેશભાઇ મોરીધરા, મનોજભાઇ પાડલીયા, પિન્ટુભાઇ ચાવડીયા, પિયુષભાઇ કોટેચા, વિજયભાઇ લીંબાસીયા, વિશાલ મુળાશીયા જહેમત ઉઠાવી રહયાં છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:12 PM IST)










