<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

ભર ઉનાળે એસ.ટી. બસ પોર્ટનું પાણીનું પરબ શોભાના ગાંઠીયા જેવી હાલતમાં

તંત્રનો કાન આમળતી એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિ

રાજકોટ તા. ૨૨ : ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના સભ્‍યો ગજેન્‍દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્‍દુભા રાઓલ, પટેલ નાગજીભાઈ વિરાણી, એસ.પી રાજાણી, જીજ્ઞેશભાઈ બોરડ, પૂર્વ ફોજી નટુભા ઝાલા, પટેલ ગીરીશભાઈ ઘરસંડીયા, જયંતીભાઈ હિરપરાની સંયુક્‍ત યાદીમાં જણાવાયુ છે કે રાજકોટના ઢેબર રોડ પર એસ.ટી બસ પોર્ટમાં ૧૨૦૦ થી વધુ બસોની અવર-જવર વચ્‍ચે હજારો મુસાફરો આવતા-જતાં રહે છે. તેમ છતા બસ પોર્ટના પ્‍લેટફોર્મ નં. ૪ અને પ ની સામે જ આવેલ પાણીનું પરબ શોભાના ગાંઠિયા જેવું બની ગયું છે. આ પાણીના પરબના એક પણ નળમાં પાંચેક દિવસથી પાણી આવતું નથી.

હાલ ઉનાળાની સિઝન ચાલુ થઈ ગયેલ છે ૩૫ ડિગ્રીથી વધુ તાપ પડી રહ્યો છે તે સમયે જ પાણીના પરબમાં પાણી આવતું ન હોવાને પગલે સિનિયર સિટીઝન, મહિલાઓ અને બાળકોની હાલત કફોડી બની છે. ટેન્‍ડરની શરતો મુજબ ઠંડુ પાણી પાવાની જવાબદારી કોન્‍ટ્રાક્‍ટરને બને છે છતા તંત્રવાહકો કેમ કાન આમળતા નથી? તેવા સવાલો ઉઠે છે.

બસ પોર્ટના સીસી ફૂટેજ મેળવી આ અંગે જવાબદાર ડેપો મેનેજર અને કોન્‍ટ્રાક્‍ટર સામે પગલાં ભરવા જોઈએ અને દંડનીય કાર્યવાહી પણ થવી જોઈએ. તેવી માંગણી એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્‍દ્રસિંહ ઝાલા (મો. ૯૪૨૬૨ ૨૯૩૯૬),  એડવોકેટ ઈન્‍દુભા રાઓલ (મો.૯૮૨૫૦ ૮૬૨૭૭), પટેલ નાગજીભાઈ વિરાણી (મો.૯૮૭૯૪ ૨૬૭૧૮),  જીગ્નેશભાઈ બોરડ (મો.૯૫૧૦૪ ૫૫૬૩૫),  પટેલ ગીરીશભાઈ ઘરસંડીયા (મો.૯૦૨૩૯ ૮૪૦૫૨)એ ઉઠાવી છે.

(4:09 PM IST)