તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd February 2025
શ્રી લક્ષ્મીનૃસિંહ મહાયજ્ઞઃ ૧૭૦૦ યજમાનોએ લાભ લીધોઃ દર્શન-પરીક્રમા-સાંસ્કૃતિક કાર્યક્રમો

રાજકોટઃ સૌ પ્રથમ વખત યોજાયેલ શ્રી લક્ષ્મી-નૃસિંહ મહાયજ્ઞ મહોત્સવ સંપન્ન થયો. ૧૦૦ કુંડી યજ્ઞમાં ૩ ઘ્વિસમાં લગભગ ૧૭૦૦ યજમાનોએ લાભ લીધો, ૩૦ હજાર વૈષ્ણવોએ મહાપ્રસાદનો લાભ લીધો. કાશ-બનારસથી આવેલ ૬૧ વિદ્વાન પંડિતોનાં વેદ-મંત્રોથી વાતાવરણ પવિત્ર બન્યું. સપ્તમપીઠ આચાર્યૈ પરિવારના પૂ.પા. ગો. શ્રી વ્રજેશકુમાર મહારાજ, શ્રી પા. ગો શ્રી કલ્યાતરાયજી મહારાજ(કાશી-બનાસર) પૂ.પા.ગો.શ્રી હરિરાયજી મહોદયશ્રી (વડોદરા) પૂ.પા.ગો. અનિરૂધ્ધલાલજી મહોદયશ્રી, પૂ.પા.ગો શ્રી સુરેશકુમાર મહોદયશ્રી (કાશી) તેમજ પૂ.પા.ગો. ચી. રશેષબાવાશ્રી યજ્ઞકર્તા તરીકે બેસીને યજ્ઞને આહૂતિઓ આપી હજારો વૈષ્ણવોને દિવ્ય લાભ અપાવ્યો. સનાતન હિન્દુ ધર્મના રક્ષણાર્થે ઉત્થાન વિશ્વશાંત-વિશ્વકલ્યાણ-પર્યાવરણની શુધ્ધિ અને જનસાધારણને આર્થિક લાભ થાય તે ઉમદા માટે યોજાયેલ આ મહાયજ્ઞના દર્શન-પરિક્રમા તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં દરરોજ હજારો લોકોએ ઉપસ્થિત રહી પૂણ્યનું ભાથું બાંધ્યુ.
દરરોજ સાંજના યજ્ઞવિરામબાદ પ્રથમ દિવસે ફુલફાગના મનોરથ દર્શન- રાત્રે રાસગરબા-બીજે દિવસે વિવાહ ખેલ મનોરથ દર્શન તથા રાત્રીના હાલારી રાસનો ક્રમ તથા ત્રીજા દિવસે છાકનો મનોરથદર્શન તથા રાત્રે કસુંબલ ડાયરોનો લોકોએ મનભરી આનંદ માણ્યો .
સમગ્ર આયોજનને સફળ બનાવવા આયોજન સમિતિના પ્રમુખ જીતુભાઇ સાવલીયા, કન્વીનર દિવ્યેશભાઇ સાવલીયા, મંત્રી અરવિંદભાઇ પાટડીયા, વ્રજધામ ગ્રુપના ગોવિંદભાઇ દાવડા, જીતેશભાઇ રાણપરા, સુભાષભાઇ શીંગાળા, હર્ષદભાઇ ફીચડીયા, હિતેશભાઇ રાજપરા, ગૌરવ આડેસરા, સમીર શીંગાળા, રાજુભાઇ મણીયાર, સુધીરભાઇ આડેશરા, અશ્વિનભાઇ લોલરીયા, મનહરભાઇ ઘીણોજા જસ્મિનભાઇ ઝીંઝુવાડીયા, હીરેનભાઇ ભીંડી, નવીનભાઇ ચંદે વિગેરે તથા દ્વારકેશ ગ્રૃપના પ્રફુલભાઇ સંઘાણી, જમનભાઇ અકબરી, રાજુભાઇ અકબરી, દિનેશભાઇ અકબરી, બાલાભાઇ અકબરી, રમેશભાઇ સખીયા, મનસુખભાઇ સખીયા, વ્રજ સોરઠીયા, હિતેષભાઇ સરધારા, મનિષભાઇ ગિરધરભાઇ ભણસાલ, રમેશભાઇ અકબરી, ખોડાભાઇ વસોયા, કમાભાઇ રસિકભાઇ કાછડીયા, બાબુભાઇ અકબરી, વિઠ્ઠલભાઇ અકબરી, રીંકુબેન લાઠિયા, શોભનાબેન મોરીધરા નરેશભાઇ નારિયા વિગેરેએ જહેમત ઉઠાવી હતી તેમ સંસ્થાના પ્રમુખ શ્રી જીતુભાઇ સાવલિયાની એક યાદીમાં જણાવે છે.
(3:08 PM IST)










