News of Saturday, 22nd February 2025
મહાશિવરાત્રીએ સર્વજ્ઞાતિય પાઠાત્મક લઘુરૂદ્ર
શ્રી સમસ્ત બ્રહ્મસમાજ-રાજકોટ દ્વારા નાગર બોર્ડિગ ખાતે આયોજનઃ નામ નોંધણી

રાજકોટઃ શ્રી સમસ્ત બ્રહ્મસમાજ, રાજકોટ દ્વારા તા. ર૬ને બુધવારે સવારનાં ૯ થી ૧૧-૩૦ દર સાલની જેમ ચાલુ સાલ પણ મહાશિવરાત્રી નિમીતે સર્વજ્ઞાતિય પાાઠાત્મક લઘુરૂદ્રનું આયોજન નાગર બોર્ડિગ, (વિરાણી હાઇસ્કૂલ સોમ,) ખાતે યોજેલ છે. શાષાીશ્રી સચીનભાઇ ઠાકર પૂજા-યજ્ઞ કરાવશે.
પુજામાં બેસનાર સભ્યોએ ઘરેથી પંચપાત્ર, નાની થાળી, તરભાણું, આચમની, ચમચી, ૩ વાટકી તેમજ બેસવા માટે આસન સાથે લાવવાનું રહેશે. સંસ્થા તરફથી પુજાપો વિનામૂલ્યે આપવામાં આવશે. પુજામાં બેસનાર સભ્યો પોતાના નામ શ્રી દિપકભાઇ પંડયા મો. ૯૮રપર ૯૩૬પ૮ અથવા શ્રી જનાર્દનભાઇ આચાર્ય મો. ૯૮ર૪ર ૧૪૦ર૧, શ્રી નલીનભાઇ જોશી મો. ૯૮૯૮૧ ૦૪૪૪પ, શ્રી અતુલભાઇ વ્યાસ મો. ૯૮ર૪૪ ૬૦૮૪ર તેમજ (સમસ્ત બ્રાહ્મણ બોર્ડિગે સાંજે પ-૩૦ થી ૬-૩૦) ૬-રજપુતપરા ખાતે રૂબરૂ લખાવી શકે છે. ઉલ્લેખનિય છે કે છેલ્લા ર૧ વર્ષથી સંસ્થા આ કાર્યક્રમનું નિયમીત શિવરાત્રીના દિવસે સર્વજ્ઞાતિય પાઠાત્મક લઘુરૂદ્રનું આયોજન કરે છે. શરૂઆત જાગનાથ મંદિરના પટાંગણથી કરેલ હતી. આ કાયક્રમ સવારના ૯ થી ૧૧-૩૦ નો યોજેલ છે.
કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાનાં અગ્રણી કશ્યપ શુકલ, તથા સંસ્થાના પ્રમુખ દર્શીતભાઇ જાનીના માર્ગદર્શન હેઠળ જનાર્દનભાઇ એસ. આચાર્ય, દિપકભાઇ પંડયા, નલીનભાઇ જોશી, અતુલભાઇ વ્યાસ, દક્ષેશભાઇ પંડયા, શૈલેષભાઇ જાની, નીલમબેન ભટ્ટ, ધાત્રીબેન ભટ્ટ, ભાવનાબેન જોશી વિગેરે કાર્યરત હોવાનું જણાવાયું છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:05 PM IST)










