તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd February 2025
ચંદ્રેશે કાવત્રુ ઘડી ઋષિવંશી સમાજના નામે સર્વજ્ઞાતિય સમુહલગ્નના નામે ઠગાઇ કરીઃ અત્યંત નિંદનીય કૃત્ય
રાજકોટ ઋષિવંશી સમાજે ઘટનાને વખોડી કાવત્રાખોર સામે કાર્યવાહી કરવા માંગ કરી

રાજકોટઃ બનાવને પગલે શહેરના ઋષિવંશી સમાજના આગેવાનોએ ‘અકિલા' કાર્યાયલ ખાતે પહોંચીને જણાવ્યું હતું કે આ સમુહલગ્નનું આયોજન ચંદ્રેશ છત્રોલાએ કર્યુ હતું. બે મહિના પહેલા તેણે જ્ઞાતિના આગેવાનો, દાતાઓને મળવાનું ચાલુ કર્યુ હતું અને ૨૮ સર્વજ્ઞાતિય સમુહલગ્ન યોજી રહ્યાનું કહ્યું હતું. જેમાં ઋષિવંશી સમાજ સેવા સંઘના મુખ્ય દાતા તરીકે ગાંધીનગરના હેમરાજભાઇ પાડલીયાને તેમણે આ આયોજમાં જોડયા હતાં. ઠગાઇનો અગાઉથી જ ઇરાદો ધરાવતાં આ શખ્સના કાવત્રાને કોઇ પારખી શક્યું નહોતું. સમાજ સેવાનું કાર્ય હોઇ સમાજના આગેવાનો, દાતાઓએ પણ ભરપુર ફાળો આપ્યો હતો. ચંદ્રેશ છત્રોલાએ ઋષિવંશી સમાજના નામનો ઉપયોગ કરી અત્યંત નીંદનીય, શરમજનક કૃત્ય કર્યુ હોઇ તેની સામે છેતરપીંડી સહિતની કલમો એઠળ ગુનો દાખલ કરાવવા અમે તૈયારી કરી છે. તેમ આગેવાનોએ કહ્યું હતું. (ફોટોઃ અશોક બગથરીયા)
(3:02 PM IST)










