તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd February 2025
‘વિઝન વિકસિત ગુજરાતનું મિશન જનકલ્યાણનું'ની પ્રતિબધ્ધતા દર્શાવતું બજેટઃ રાજુભાઇ ધ્રુવ

રાજકોટઃ ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતળત્વવાળી ભાજપ સરકારનું ૨૦૨૫-૨૬નું બજેટ સમગ્ર રાજ્યના સર્વાંગી અને સમતોલ વિકાસને પ્રાધાન્ય આપનારું બજેટ છે અને આ બજેટથી રાજ્યના વિકાસને બળ મળશે તેમ જણાવતા ભાજપના સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, આ બજેટમાં એક પણ રૂપિયાના નવા કરવેરા નહી નાખીને સરકારે તેના હૈયે પ્રજાનું હિત વસેલું છે તે સાબિત કરી આપ્યું છે. એટલું જ નહી -જાને ૧૪૮ કરોડ રૂપિયાની રાહત પણ આપી છે. આવું ‘‘વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું''-ની પ્રતિબદ્ધતા દર્શાવતું ઐતિહાસિક બજેટ આપવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ તથા સમગ્ર મંત્રીમંડળ અભિનંદનને પાત્ર છે.
તેમણે કહ્યું છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ બજેટને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ‘‘વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું''-ની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ ગણાવ્યું છે તે સંપૂર્ણ સાર્થક છે. પ્રગતિ અને ઉન્નતિના નિત નવા આયામો સર કરતા ગુજરાતના સૌ નાગરિકોના જીવનને સુગમ્ય, સમળદ્ધ અને સંતોષપ્રદ બનાવવાનો સફળ પ્રયાસ આ બજેટમાં થયો છે. અત્યાર સુધીમાં વિકાસની રાહ પર જ્યાં ગુજરાત છે તેનાથી વધુ ગતિએ આગળ વધવાનું પ્રતિબિંબ આ બજેટમાં ઝિલાતું જોવા મળે છે.
આ બજેટમાં સામાજીક ન્યાય અને અધિકારીતા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગા૨, શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ, શહેરી અને ગુહ નિર્માણ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, માર્ગ અને મકાન, પાણી પુ૨વાઠા-જળ સંપતિ, મહેસુલ વિભાગ, કાયદા અને ગળહ વિભાગ, ધાર્મિક, હેરિટેજ એડવેન્ચર અને ઈકો ટુરીઝમ હેઠળ આવતા -વાસન સ્થળો વિગેરેમાં સરકારે કરોડોની જોગવાઈ કરેલ છે. સાથો સાથ ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે માતબર ફાળવવાથી ગુજરાતના તમામ નાના-મોટા ઉદ્યોગકારોને સારૂ એવું બુસ્ટ પ્રોત્સાહન મળશે.તેમ યાદીમાં જણાવાયું છે.
(2:59 PM IST)










