તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd February 2025
તિનપત્તી, ઘોડીપાસા, ક્રિકેટ પર સટ્ટો અને વરલી ફીચરનો જૂગાર રમતાં ૧૨ પકડાયા
શિવાજીનગરમાં પીએસઆઇ એમ. એસ. મહેશ્વરીની ટીમ, રાજનગર ચોકમાં પીએસઆઇ ડી. એસ. ગજેરા અને ટીમનો દરોડોઃ ર્નિમલા રોડ તથા બજરંગવાડીમાં ગાંધીગ્રામ પોલીસનો દરોડો

રાજકોટ તા. ૨૨: શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જૂગારની મોસમ ખીલી હોય તેમ બે સ્થળે તિનપત્તી અને ઘોડીપાસનો જૂગાર રમતાં ૯ શખ્સ પકડાયા હતાં. જ્યારે ક્રિકેટનો સટ્ટો રમતો એક શખ્સ તથા વરલી ફીચરનો જૂગાર રમતાં બે શખ્સ પકડાઇ ગયા હતાં.
શહેરના ભાવનગર રોડ પર શિવાજીનગરમાં જૂગાર રમાતો હોવાની બાતમી કોન્સ. સંજય અલગોતર અને રવિ રત્નનું મળતાં શેરી નં. ૧૨/૨ના ખુણે દરોડો પાડી શિવાજીનગર-૧૮ના અશોક બાબુભાઇ સાખટ, સુખા બચુભાઇ પરમાર, ભુપત દાનાભાઇ જાદવ અને પોપટપરાના નરેન્દ્ર રમેશભાઇ નાગદેવની તિનપત્તી રમતાં પકડી લઇ રૂા. ૧૦૨૬૦ની રોકડ કબ્જે કરવામાં આવી હતી. પીઆઇ જી. એન. વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, કોન્સ. પ્રકાશભાઇ ચાવડા, સંજયભાઇ, રવિભાઇએ આ કામગીરી કરી હતી.
જ્યારે નાના મવા રોડ પર રાજનગર ચોક પાસે જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમાતો હોવાની જાણ થતાં માલવીયાનગરના પીએસઆઇ ડી. એસ. ગજેરા, હેડકોન્સ. અજયભાઇ વીકમા, ભાવેશભાઇ ગઢવી સહિતે દરોડો પાડો પાડી લક્ષ્મીનગર આવાસ યોજના ક્વાર્ટરના કૃષ્ણસિંહ ભરતસિંહ જાડેજા, મેઘમાયાનગર-૧ના કિશોર કલાભાઇ મુછડીયા, રાજનગર-૨ના મહેન્દ્ર દિનેશભાઇ સોરાણી, લક્ષ્મીનગર આવાસ ક્વાર્ટરના કિશન ધનજીભાઇ ગોગીયા અને હનુમાન મઢી પાસે તિરૂપતીનગરમાં રહેતાં ઇકબાલ કાસમભાઇ ફુલાણીને પકડી લઇ રૂા. ૧૦૩૫૦ની રોકડ અને ઘોડીપાસા કબ્જે લેવાયા હતા.
જ્યારે નિર્મળા રોડ પર એટુઝેડ પાન પાસે ઉભો રહી ચિરાગ ઉર્ફ મહાદેવ અનિલભાઇ વેગડા (ઉ.વ.૩૦-રહે. જામનગર રોડ માધવ પાર્ક-૫)ને આઇસીસી ચેમ્પીયન ટ્રોફીના સાઉથ આફ્રિકા-અફઘાનીસ્તાનના વન-ડે મેચ પર મોબાઇલ ફોનની આઇડી પર સેશન, રનફેર, ઓવરનો જૂગાર રમતો ગાંધીગ્રામના મશરીભાઇ, રવિભાઇ ગઢવી, કોન્સ. પ્રદિપભાઇ ડાંગર, મુકેશભાઇ સબાડ સહિતે પકડી લઇ રૂા. ૫હ જારનો મોબાઇલ ફોન કબ્જે કર્યો હતો.
આ ઉપરાંત બજરંગવાડી પોલીસ ચોકી સામે દ્વારકેશ પાનના ગલ્લા નજીક મોબાઇલ વ્હોટ્સએપમાં વરલી ફીચરના આંકડા પર જૂગાર રમી રહેલા જાદવ પાંચભાઇ સિતાપરા (ઉ.વ.૩૩-રહે. શક્તિ સોસાયટી સંતોષીનગર) અને વિઠ્ઠલ પાંડુરંગ ભીમટે (ઉ.વ.૩૭-રહે. સંજયનગર-૧, જામનગર રોડ)ને ગાંધીગ્રામના ભગીરથસિંહ જાડેજા, જયદેવસિંહ પરમાર સહિતે પકડી લઇ રૂા. ૭૮૮૦ રોકડા અને ૧૦ હજારના મોબાઇલ ફોન કબ્જે કર્યા હતાં.
(2:47 PM IST)










