News of Wednesday, 19th February 2025
અર્થતંત્ર જાગ્યુઃ માધાપર બસ સ્ટેશનમાં સફાઇ કાર્ય શરૂ
સીક્યુરીટી ગાર્ડ તૈનાત કરવા પણ અપાઇ ખાત્રી

રાજકોટ,તા.૧૯: ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, પટેલ નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ બોરડ, પટેલ ગીરીશભાઈ ઘરસંડીયા, પ્રવીણભાઈ દેસાઈ દ્વારા માધાપર ડેપો પરના એસ.ટી બસ સ્ટેશન ખાતે પોલ ખોલ કાર્યક્રમ કરવામાં આવેલ હતો અને આ બસ સ્ટેશનની બદતર હાલત અંગે પર્દાફાશ કરવામાં આવેલ હતો. બસ સ્ટેશનમાંથી મળેલી દેશી દારૃની ખાલી કોથળીઓ અંગે રાજકોટ શહેર પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને એસ.ટી.ના મેનેજિંગ ડાયરેકટર અને વિભાગીય નિયામકને
જેના પગલે તંત્ર ઉંઘમાંથી જાગ્યુ છે અને માધાપર બસ સ્ટેશન ચકાચક ટનાટન સફાઈ શરૃ થઈ ગઈ છે. એસ.ટીના અધિકારીઓએ જાહેર કર્યું છે કે સિક્યુરિટી ગાર્ડ મુકાશે ધમધમતી કરાશે. ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિ રજૂઆતને આમ સફળતા મળી હોવાનું એક યાદીમાં જણાવેલ છે.(૪૦.૨૫)
(3:59 PM IST)










