<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

મનપાનું ૩૧.૧૮ અબજનું કરમુકત બજેટ વિના વિરોધે પસાર

બીજી વખત બજેટ બોર્ડમાં કોંગ્રેસનો એક પણ દરખાસ્‍તમાં વિરોધ નહીઃ વેરા વળતર યોજના સહિતની ૧૨ દરખાસ્‍તો સર્વાનુમતે મંજુર

રાજકોટ, તા.૧૯: મ્‍યુનિ.કોર્પોરેશનમાં આજે સવારે મળેલા જનરલ બોર્ડમાં બજેટ દરખાસ્‍તો સહિતની તમામ ૧૨ જેટલી દરખાસ્‍તોને મતદાન ઉપર લઈ બજેટ ગણતરીની મીનીટોમાં મંજુર કરી દીધું હતું. અમે બોર્ડની કાર્યવાહી પૂર્ણ કરાઈ હતી. મનપાના ઈતિહાસમાં બીજી વખત સર્વાનુમતે દરખાસ્‍તોને બહાલી આપવામાં આવી છે. આ બોર્ડમાં કોંગ્રેસે એક પણ દરખાસ્‍તોમાં વિરોધ દર્શાવ્‍યો ન હતો.

આજે સવારે ૧૧ વાગ્‍યે મ્‍યુનિ.કોર્પોરેશનના વર્ષ ૨૦૨૫-૨૬ના ૩૧૧૮.૭૦ કરોડના બજેટને બહાલી આપવા માટે મેયર નયનાબેન પેઢડિયાની અધ્‍યક્ષતામાં જનરલ બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં મિલ્‍કતવેરા દરમાં અને ગાર્બેજના ચાર્જમાં વધારો તથા જવો ફાયરટેકસના મંજુર તથા વળતર યોજનાની દરખાસ્‍તોને મંજુરી આપવામાં આવી છે.

મેયરશ્રીને પ્રસિધ્‍ધ કરાવેલા એજન્‍ડમાં ધી જી.પી.એમ.સી. એક્‍ટ ૧૯૪૯ની કલમ-૯૪ હેઠળ રાજકોટ મહાનગરપાલિકાના સને ૨૦૨૧-૨૨, ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ના રજુ કરવાના થતા આવક-ખર્ચના વાર્ષિક હિસાબો તથા ડિજિટલાઇઝ્‍ડ ફોર્મમાં જાળવેલા આનુષંગિક રેકર્ડ/ દસ્‍તાવેજો/વાઉચર્સ વગેરેને મંજુરી આપવા તથા ઉક્‍ત વર્ષો દરમ્‍યાન કરવામાં આવેલ રોકાણો તથા લેવામાં આવેલ ધિરાણોને મંજુરી આપવા તેમજ ધી જી.પી.એમ.સી.એક્‍ટ ૧૯૪૯ની કલમ-૯૫ મુજબ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ નું રિવાઈઝડ અંદાજપત્ર તેમજ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬નું અંદાજપત્ર મંજુર કરવા.

આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે સામાન્‍ય કર અને શિક્ષણ ઉપકર નિયત કરવા.

આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે પાણી દર નિયત કરવા અંગે.

આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખુલ્લા પ્‍લોટ ઉપરનો ટેક્ષ નિયત કરવા.

આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ નિયત કરવા.

આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે વાહન કર નિયત કરવા.

આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે થિએટર ટેક્ષ નિયત કરવા.

આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે મિલકત વેરામાં વળતર યોજના અમલી કરવા.

આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ઓનલાઇન પેમેન્‍ટમાં વળતર આપવા

આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે એન્‍વાયરમેન્‍ટ ચાર્જ નિયત કરવા

આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ફાયર ટેક્‍સ(કર) નિયત કરવા

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬નું વાર્ષિક અંદાજપત્ર મંજુર કરવા સહિત ૧ર દરખાસ્‍તોને મંજુરીની મ્‍હોર લગાવામાં આવી છે.

(4:45 PM IST)