News of Wednesday, 19th February 2025
મનપા શહેરીજનોની સુખ-સુવિધામાં વધારો કરવા પ્રતિબધ્ધઃ નયનાબેન પેઢડીયા
મેયરે બજેટને જનસુખાકારીલક્ષી ગણાવ્યું

રાજકોટ, તા. ૧૯ : વિકાસનો પર્યાય એટલે રાજકોટ શહેર. 'રંગીલા રાજકોટ'ની સાંસ્કૃતિક ઓળખ યથાવત રાખી, શહેરના વિકાસને આગળ વધારવાના ભાગરૃપે રાજકોટ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષૅં૨૦૨૪-૨૫નું રિવાઇઝડ અંદાજપત્ર અને આગામી નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬નું રૃ. ૩,૧૧૮ કરોડનું વાસ્તવિક અંદાજપત્ર આજે મળેલ સામાન્ય સભાની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી દ્વારા રજુ કરવામાં આવેલ છે. સ્ટેન્ડિંગ કમિટીએ પ્રાથમિક સુવિધાના કામો, માળખાકીય વિકાસ કામો ઉપરાંત આ અંદાજપત્રમાં કુલ રૃ.૫૫.૯૨ કરોડની ૨૦ નવી યોજનાઓનો ઉમેરો કરેલ છે. જે યોજનાઓ શહેરીજનોની અપેક્ષા પરિપૂર્ણ કરવા, શહેરનો સર્વાગી અને સમતોલ વિકાસ સાધવા, પ્રજાલક્ષી અભિગમનો સિલસિલો ચોક્કસપણે આગળ ધપાવશે. જે બદલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને સ્ટેન્ડિંગ કમિટીની સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું.
રાજકોટના નગરજનોએ ભારતીય જનતા પાર્ટીને ચાર દાયકાથી વધુ સમયથી શાસનની ધુરા સોંપેલ છે. જેના પરિણામ રૃપે શહેરના છેવાડાના માનવી સુધી સુવિધા પહોચે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના શાસકો હરહંમેશ કટીબદ્ધ છે. રાજકોટ મહાનગરપાલિકાના પ્રથમ ચૂંટાયેલા પૂર્વ મેયર સ્વ. શ્રી અરવિંદભાઈ મણીઆર સહિતના તમામ પૂર્વ મેયરશ્રીઓએ શહેરના વિકાસની કંડારેલ કેડી પર શહેરનો વિકાસ સતતપણે આગળ ધપી રહ્યો છે અને રાજકોટ શહેર ખરેખર 'સ્માર્ટ સિટી' 'લિવેબલ સિટી'બનવા તરફ આગળ વધી રહ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકાનું નાણાકિય વર્ષ ૨૦૨૫-૨૬નું રૃ. ૧૫૨/- કરોડના નવા કરબોજ સાથેનું રૃ.૩,૧૧૨.૨૮ કરોડ નું વાર્ષિક અંદાજપત્ર મ્યુનિસિપલ કમિશનર દ્વારા તૈયાર કરી, સ્ટેન્ડિંગ કમિટીને સુપ્રત કરવામાં આવેલ. આ વાર્ષિક અંદાજપત્રનો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વિસ્તૃત અભ્યાસ કરી, બજેટના કદમાં રૃ.૬ કરોડનો વધારો કરેલ છે તેમજ શહેરીજનોને વિશેષ કરબોજ સહન ન કરવો પડે તે ધ્યાને રાખી, કમિશનરશ્રીએ સુચિત કરેલ કર બોજ વધારો રદ કરી, નાણાકિય વર્ષ ૨૦૨૫-૨૬નું રૃ.૩,૧૧૮ કરોડનું વાર્ષિક અંદાજપત્ર સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ છે. સ્ટેન્ડિંગ કમિટીએ આ બજેટમાં રૃ.૫૫.૯૨ કરોડની ૨૦ નવી યોજનાઓનો ઉમેરો કરેલ છે.
દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સતત ત્રીજી વખત સફળ નેતૃત્વ અને નિરંતર માર્ગદર્શન હેઠળની અવિરત વિકાસયાત્રામાં આપણા દેશને વિશ્વભરમાં નવી ઉંચાઇ પ્રાપ્ત થઇ છે. ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સતત માર્ગદર્શન અને સહકાર સાથે ગુજરાત આગામી દિવસોમાં પણ વિકાસની નવી-નવી ઉંચાઇઓ ચોક્કસપણે સર કરશે અને તેમાં અન્ય શહેરોની માફક જ રાજકોટ મહાનગરપાલિકા પણ પોતાની પાયારૃપ ભૂમિકા નિભાવશે. વધુમાં, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી રાજકોટ મહાનગરપાલિકાને કાયમી સહયોગ મળી રહ્યો છે. તાજેતરમાં જ રાજકોટ શહેરને પીવાનું પાણી પુરૃ પાડતી ભાદર ડેમ પાણી પાઇપ લાઇન નેશનલ હાઇવેની કામગીરી બદલ શીફટ કરવા રૃ.૨૧૨ કરોડની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરેલ છે. જે બદલ રાજકોટ મહાનગરપાલિકા કેન્દ્ર સરકાર અને રાજય સરકારની આભારી છે.
શહેરના વિકાસમાં સામાજિક, વ્યાપારિક, શૈક્ષણિક, ઔદ્યોગિક, ધાર્મિક સંસ્થાઓ, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરોે અને અધિકારી-કર્મચારીઓ, મીડિયા ઉપરાંત સૌ નાગરિકોનો પૂરેપૂરો સાથ સહકાર મળતો રહ્યો છે તે જ રીતે આગામી સમયમાં પણ શહેરને વિકાસના પથ પર આગળ ધપાવવા સૌનો પૂરેપૂરો સહયોગ મળતો રહેશે તેવો મને વિશ્વાસ વ્યકત કર્યો હતો.
(4:45 PM IST)










