<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

બજેટથી રાજકોટ શહેર ખરા અર્થમાં ''સ્માર્ટ સિટી'' ''લિવેબલ સિટી'' બનશે

મહાનગરપાલિકાના વર્ષ ર૦રપ/ર૬ બજેટને હર્ષભેર આવકારતા ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા લીંલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઇ રાડીયા

રાજકોટ, તા. ૧૯  : રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડિયાએ જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકાનું આગામી નાણાકિય વર્ષ ૨૦૨૫-૨૬નું રૃ.૩,૧૧૨.૨૮/- કરોડનું વાર્ષિક અંદાજપત્ર મ્યુનિસિપલ કમિશનર દ્વારા તૈયાર કરી સ્ટેન્ડિંગ કમિટીને સુપ્રત કરવામાં આવેલ. આ વાર્ષિક અંદાજપત્રમાં મ્યુનિસિપલ કમિશનરે રૃ.૧૫૨  કરોડના નવા કરવેરા સુચિત કરેલ હતા. આ વાર્ષિક અંદાજપત્રનો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વિસ્તૃત અભ્યાસ કરી, આ વાર્ષિક અંદાજપત્રમાં નજીવો રૃ.૬/- કરોડનો વધારો કરી, નાણાકિય વર્ષ ૨૦૨૫-૨૬નું  રૃ.૩,૧૧૮ કરોડનું વાર્ષિક અંદાજપત્ર, શહેરીજનોના વિશાળ હિતને ધ્યાને લઈ, તમામ સુચિત કરવેરા રદ કરી, રૃ.૩,૧૧૮ કરોડનું વાર્ષિક અંદાજપત્ર મંજુર કરવામાં આવેલ છે. જે બજેટને આજે સામાન્ય સભામાં બહાલી આપી, મંજુર કરવામાં આવેલ છે.

શહેરના સમતોલ અને સર્વાંગી વિકાસની દિશાને વેગ આપનારુ બજેટ મંજુર કરવા બદલ મેયર મતી નયનાબેન પેઢડીયા તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન  જયમીનભાઈ ઠાકરનો ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડિયાએ આભાર વ્યકત કરેલ છે. 

(3:29 PM IST)