<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

પ્રજાલક્ષી અને કરબોજ વગરના બજેટને આવકારતા નરેન્દ્રસિંહ જાડેજા

રાજકોટઃ મહાનગરપાલિકાના નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રજાલક્ષી અને કરબોજ વગરના બજેટને આવકારતા ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા જણાવે છે કે, રાજકોટ શહેર આજે સ્માર્ટ સીટી બનવા તરફ જઈ રહ્યુ છે મ્યુનિસિપલ કમિશનરે  રૃા.૩૧૧૨.૨૮ કરોડનું બજેટ સ્થાયી સમિતિ સમક્ષ મંજુરી અર્થે રજુ કરેલ. સ્થાયી સમિતિ દ્વારા ચર્ચા વિચારણા તેમજ વિચાર વિમર્શ કરી, શહેરીજનો પર વધારાનો એક પણ રૃપિયાનો કરબોજ નાખવાને બદલે, નવા પ્રોજેકટસ બજેટમાં સમાવેશ કરી રાજકોટની જનતાને પ્રજાલક્ષી અને વિકાસલક્ષી બજેટની ભેટ આપવા બદલ ડેપ્યુટી મેયર  નરેન્દ્રસિંહ જાડેજાએ અભિનંદન આપી આ બજેટને આવકારેલ છે.

 

(4:45 PM IST)