તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
રાજકોટ જિલ્લામાં ભાજપનો વટઃ મતદારોનો આભાર, કાર્યકરોને અભિનંદનઃ પ્રવિણાબેન

રાજકોટ, તા. ૧૯ : નગરપાલિકાઓ ની ચૂંટણીમાં રાજકોટ ભારતીય જનતા પાર્ટીનો રાજકોટ જિલ્લાની તમામ ૫ નગરપાલિકા જસદણ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર નગરપાલિકાઓ તથા તાલુકા પંચાયતની બેઠકો પર ભવ્ય વિજય થયો છે ત્યારે સંગઠનના હોદેદારો તમામ શ્રેણીના કાર્યકર્તાઓ, આગેવાનો નો જાહેર આભાર વ્યકત કરતા જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન રંગાણી એ જણાવેલ કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વમાં વિકાસલક્ષી સીમાચિન્હરૃપ નિર્ણયો લેવાયા છે.
સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીમાંઓમાં ભાજપ ને મળેલ પ્રચંડ બહુમતીથી નરેન્દ્રભાઈ મોદીના હાથ વધુ મજબુત થશે, રાષ્ટ્રવાદની વિચારધારા વધુ વેગવંતી બનશે. શ્રી મોદીના વિકસિત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા માટેના સેવાયજ્ઞમાં રાજકોટ જિલ્લા ની તમામ નગરપાલિકાઓ તથા તાલુકા પંચાયતની બેઠકો પર ભગવો લહેરાવી પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારા અને વિકાસની રાજનીતિને સમર્થન આપી ભવ્ય લીડથી ભાજપના ઉમેદવારો ને વિજયી બનાવવા સહભાગી બનેલા રાજકોટ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ અને રાજકોટ જિલ્લાના તમામ મતદાતાઓનો જાહેર આભાર વ્યકત કરી અભિનંદન પાઠવુ છું તેમ પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન રંગાણી એ જણાવ્યું છે
(3:27 PM IST)










