તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
૯ ગુનામાં સામેલ જયપ્રકાશનગરના સદામને દેશી તમંચા સાથે એસઓજીએ પકડયો
માથાકુટ ચાલતી હોઇ ભગવતીપરાના શખ્સ પાસેથી લીધાનું રટણઃ પીઆઇ સંજયસિંહ જાડેજા અને ટીમની કાર્યવાહીઃ ઇન્દ્રસિંહ, ફિરોઝભાઇની બાતમી

રાજકોટ તા. ૧૯: શહેર એસઓજીની ટીમે અલગ અલગ નવ ગુનાઓમાં સંડોવાઇ ચુકેલા ભગવતીપરા જયપ્રકાશનગર-૧૬માં રહેતાં અને હિસ્ટ્રીશીટરની છાપ ધરાવતાં સદામ મહમદભાઇ હાલા (ઉ.વ.૩૨)ને રૂખડીયાપરા રોડ પર સરકારી શાળા નં. ૧૭ પાસેથી દેશી બનાવટના રૂા. ૫૦૦૦ના તમંચા સાથે પકડી લઇ વિશેષ પુછતાછ કરતાં પોતાને માથાકુટ ચાલતી હોઇ તમંચો સાથે રાખ્યાનું રટણ કર્યુ હતું.
ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. ઇન્દ્રસિંહ જાડેજા, ફિરોઝભાઇ રાઠોડને મળેલી બાતમી પરથી સદામને તમંચા સાથે પકડી લેવાયો હતો. પોતાને માથાકુટ ચાલતી હોઇ ભગવતીપરાના જ કોઇ શખ્સ પાસેથી હથીયાર લીધાનું રટણ કર્યુ હોઇ સાચી વિગતો ઓકાવવા રિમાન્ડની તજવીજ થઇ રહી છે. સદામ વિરૂધ્ધ અગાઉ ડીસીબીમાં આર્મ્સ એક્ટ, બી-ડિવીઝનમાં મારામારી, દારૂ, પ્ર.નગરમાં દારૂ તેમજ બી ડિવીઝનમાં દારૂના ચાર અને જાહેરનામા ભંગનો એક મળી નવેક ગુના નોંધાઇ ચુક્યા છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ એમ. બી. માજીરાણા, એએસઆઇ ડી. બી. ખેર, હેડકોન્સ. ઇન્દ્રસિંહ જાડેજા, મોૈલિકભાઇ સાવલીયા, દિગ્વીજયસિંહ ગોહિલ, ફિરોઝભાઇ રાઠોડ અને કોન્સ. હાર્દિકસિંહ પરમારે આ કામગીરી કરી હતી.
(2:34 PM IST)










