તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
હૃદય બેસી જતાં મેહુલભાઇ નાટડા અને ગગનસિંગ ટમટાના મૃત્યુ થયા
મનહરપરા અને કોટેચા ચોક કોમ્પલેક્ષમાં બનાવ

રાજકોટ તા. ૧૯: હાર્ટએટેકથી મૃત્યુના વધુ બે બનાવ નોંધાયા હતાં. સિતારામ સોસાયટીમાં રહેતાં પ્રોૈઢ ઘરે બેભાન થઇ જતાં અને કોટેચા ચોકના કોમ્પલેક્ષમાં ચોકીદારી કરતાં પ્રોૈઢ રૂમ ખાતે બેભાન થઇ જતાં બંનેને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતાં. પરંતુ મૃત્યુ થયું હતું.
જાણવા મળ્યા મુજબ ભાવનગર રોડ મનહરપરા સોસાયટી-૧૦ દ્વારકાધીશ ચોકમાં રહેતાં મેહુલભાઇ આલાભાઇ નાટડા (ઉ.વ.૪૮) ઘરે હતાં ત્યારે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયેલ. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કર્યા હતાં. તેમને સંતાનમાં બે પુત્ર અને ચાર પુત્રી છે. પોતે બે ભાઇમાં મોટા હતાં અને છુટક મજૂરી કરતાં હતાં.
બીજા બનાવમાં કોટેચા ચોક નાગરિક બેંક પાસે યુનિટી કોમ્પલેક્ષમાં ચોકીદારી કરતાં અને ત્યાંની રૂમમાં રહેતાં નેપાળી ગગનસિંગ પોમલેભાઇ ટમટા (ઉ.વ.૫૦) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયેલ. પરંતુ તબિબે મૃત જાહેર કર્યા હતાં. તેમને સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. પત્નિ હયાત ન હોઇ એકલા રહેતાં હતાં. બંને બનાવમાં હાર્ટએટેકથી મૃત્યુ થયાનું જણાવાયું હતું.
(2:28 PM IST)










