તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
પાયલ હોસ્પિટલના પ્રસુતાઓના ફૂટેજ વેંચનારા બે ઝડપાયા
પ્રસુતાની તપાસ થતી હોય તે વખતના સીસીસીટી ફૂટેજ યુ-ટયુબ, ટેલિગ્રામ પર વહેતા કરી દેવામાં આવ્યા હતાં: મહારાષ્ટ્ર-યુપી સુધી તપાસનો દોર લંબાયો હતો

અમદાવાદ તા. ૧૯: રાજકોટની પાયલ મેટરનીટી હોમ હોસ્પિટલોમાં તપાસ માટેઅ ાવતી પ્રસૂતાઓની સારવાર અને તપાસના વીડિયો યુ-ટયુબ અને ટેલિગ્રામ ચેનલો ઉપર અપલોડ કરી દેવામાં આવ્યાની વિકૃત ઘટનામાં અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કરી બે શકમંદોના નામ ખુલતાં પુછતાછ શરૂ કરી છે. આ તપાસ ત્રણ રાજ્ય સુધી વિસ્તારવામાં આવી છે. બીજી તરફ આવા વિડીયોથી કમાણીનો દેશવ્યાપી ગંદો ધંધો ચાલી રહ્યો હોવાની વિગતો પણ ખુલી રહી છે. અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસની ટીમે ગુજરાત-રાજકોટ તેમજ મહારાષ્ટ્ર, યુપી સુધી તપાસનો દોર લંબાવ્યો હતો. દરમિયાન મોડી બપોરે મળતી વિગતો અનુસાર મહારાષ્ટ્રથી બે શખ્સને ઝડપી લેવાયા છે. જેણે આ વિડીયો વાયરલ કર્યા હતાં.
પોલીસે હોસ્પિટલમાં તબીબો અને સ્ટાફના નિવેદનો નોંઘ્યાં હતાં. ઊંડાણભરી તપાસમાં બે શકમંદોના નામ ખુલતાં તપાસનો ત્રણ રાજ્ય સુધી વિસ્તારવામાં આવી છે. મહિલા સન્માનને ઠેસ પહોંચાડે તેવી વીડિયો વાયરલ થવાની ઘટનામાં હોસ્પિટલોની પણ ગુનાહીત બેદરકારી જણાઈ રહી છે. રાજકોટની હોસ્પિટલમાં પ્રસુતા અને અન્ય પ્રકારની ખાનગી કહી શકાય તેવી સારવાર માટે આવેલી મહિલાઓની તપાસના -ાઈવેટ વીડિયો યુટયુબ અને ટેલિગ્રામ ચેનલ ઉપર વાયરલ થયાની વિગતોમાં તથ્ય જણાતાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંઘ્યો હતો. અમદાવાદ અને રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસની ટીમ સાથે મળી પાયલ મેટરનીટી હોમમાં તપાસ કરી ડીવીઆર અને સીસીટીવી ફૂટેજ કબજે કર્યા હતા. પાયલ મેટરનીટી હોમના સંબંધીત ડોકટરો અને સ્ટાફની આજે પુછપરછ કરી નિવેદનો પણ લીધા હતા.
રાજકોટમાં સાયબર લેબોરેટરી તપાસમાં જોડાતાં બે શકમંદોના નામ ખુલતાં આંતરરાજ્ય તપાસ શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં તપાસ અને પૂછપરછ બાદ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમોને દોડતી કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે પ્રસૂતાઓના વીડિયો વાયરલ કરવાનો ગંદો ધંધો દેશવ્યાપી હોવાની ચર્ચા છે. પ્રાથમિક તપાસમાં જ ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાંથી આ પ્રકારના કારસ્તાન કરતી ટોળકીઓ સક્રિય હોવાનું જણાઈ આવ્યું હતું. જો કે આ પ્રકારના વીડિયો મેળવવા માટે નિヘતિ શખ્સો સક્રિય હોવાની વિગતો મળતાં ત્રણ રાજ્યોમાં તપાસ હાથ ધરાઈ છે. ઊંડી તપાસના પગલે પ્રસૂતાઓ અને મહિલાઓના હોસ્પિટલમાં ખાનગી વીડિયો વાયરલ કરવાના દેશવ્યાપી નેટવર્કનો પર્દાફાશ થઈ શકે તેમ હોવાની ચર્ચા છે.
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં એવો ઘટસ્ફોટ થયો છે કે યુટયુબ અને ટેલિગ્રામની ચેનલો ઉપર માત્ર રાજકોટના નહીં ગુજરાતના અન્ય શહેરો ઉપરાંત ત્રણ રાજ્યોની મેટરનિટી હોસ્પિટલોના વીડિયો અપલોડ થયાં છે. આ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરવા પડે છે. મનોવિકળતી સંતોષવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ ઉપર આવા વીડિયો જોવા માટે રૂ. ૨૦૦થી ૧૦૦૦ સુધીનો ચાર્જ પણ ભરતાં હોવાની વિગતો પોલીસને મળી છે. રાજકોટ ઉપરાંત ગુજરાતની અન્ય કઈ કઈ હોસ્પિટલોમાંથી આ પ્રકારના વીડિયો સોશ્યલ મિડીયા ચેનલો ઉપર વાયરલ થયાં છે તે અંગે ઊંડાણભરી તપાસ શરૂ કરવામાં આવી છે.
દરમિયાન રાજકોટની પાયલ હોસ્પિટલમાં મહિલાઓના સારવાર દરમિયાનના ચેકઅપના સીસીટીવી વેચવાના કૌભાંડમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી બે આરોપી ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારના દૃશ્યો વેચતા હતા. આ માટે તેઓ લોકો પાસેથી મોટી રકમ લેતા હોવાની વિગતો પણ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ પાસે આવી છે. બીજી તરફ રાજકોટની હોસ્પિટલમાંથી સીસીટીવી આઇપીના આધારે હેક થયા હોવાની પણ સ્પષ્ટતા અમદાવાદ સાયબર ક્રાઇમ પાસેથી થઈ રહી છે. ટૂંક સમયમાં મહારાષ્ટ્રથી બન્ને આરોપીને લઈ અમદાવાદ સાઇબર ક્રાઇમ ગુજરાત પહોંચશે.
અમદાવાદ સાઈબર ક્રાઈમે જે બે આરોપીઓને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યા છે તેઓના નામ પ્રજ્ઞેશ પાટીલ અને પ્રજ્જવલ તૈલી હોવાનું જાણવા મળ્યું છે. એક ટીમ હજી યુપીમાં તપાસ કરી રહી છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચના અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે, મહિલાઓના સારવાર દરમિયાન સીસીટીવી ફૂટેજ મેળવીને અલગ-અલગ લોકોને ટેલિગ્રામ ચેનલ પર જોવા માટે લિંક મોકલવાના પ્રકરણમાં બે આરોપીને અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રના બે અલગ-અલગ જિલ્લામાંથી ધરપકડ કર્યા છે.
આ બંને આરોપીઓ પહેલાથી આ પ્રકારે મહિલાઓના અશ્લીલ વીડિયો વેચીને કમાણી કરતા હતા. હજી પણ આ સમગ્ર દિશામાં તપાસ ચાલી રહી છે. આ બંને આરોપીને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ લાવ્યા બાદ તેની વધુ પૂછપરછ કરવામાં આવશે. વધુમાં ઉમેર્યું કે, રાજકોટની જે હોસ્પિટલમાં સીસીટીવી આ યુટયૂબ ચેનલમાં અપલોડ કરવામાં આવ્યા હતા તે તપાસમાં પણ સ્પષ્ટ થયું છે કે હોસ્પિટલના સીસીટીવી કેમેરાના આઈપીના આધારે ફૂટેજ હેક કરવામાં આવ્યા હતાં. બાદમાં આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વેચતા કરી દીધા હતાં. વિશેષ તપાસમાં વધુ ઘટસ્ફોટ થશે.
(3:17 PM IST)










