તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th February 2025
બેડી સર્કલ પૂલ પાસે બિહારી ટ્રક ચાલકનું અપહરણ કરી લૂંટ ચલાવનાર ઇમરાન ઉર્ફ ઇમલો ઝાડપાયો: બી ડિવિઝન પીઆઇ એસ.એસ. રાણે, પીએસઆઇ સોલંકી, એએસઆઈ અનિલસિંહ ગોહિલની ટીમને સફળતા: ક્રિપાલસિંહ, હાર્દિકભાઈ, વિનોદભાઈની બાતમી

રાજકોટઃ બેડી સર્કલ નજીક બિહારના ટ્રક ચાલકને કારથી આંતરી તે મારી કારમાં નુકશાન કર્યું છે, પૈસા આપવા પડશે કહી છરી બતાવી ધમકી આપી અપહરણ કરી લૂંટ ચલાવવામાં આવી હતી. આ ગુનાનો ભેદ બી ડિવિઝન પોલીસે કલાકોમાં ઉકેલી અગાઉ પણ આવા ગુના આચરી ચૂકેલા શખ્સને પકડી લીધો છે.
સતેન્દ્રકુમાર જીતન પાલ (ઉ.વ.-૨૮ રહે-જીંદાપુર ગામ થાના-કરપી જી.અરવાલ રાજ્ય-બિહાર) પોતાના હસ્તકનો ટ્રક લઈને સવારના આશરે સાડા દસેક વાગ્યાની આસપાસ બેડી ચોકડીથી માલ્યાસણ બાજુ જતા હતા ત્યારે બ્રીજ ઉતરતા એક કાળા કલરની નંબર પ્લેટ વગરની વર્ના કારના ચાલકે ફરિયાદીના ટ્રકને ઓવરટેક કરી ટ્રકને રોકાવી ટ્રકની કેબીનમાં બેસી "તે મારી કારમાં નુકસાન કરેલ છે" તેવી ખોટી વિગત જણાવી પૈસાની માંગણી કરી ફરિ.એ પૈસા આપવાની મનાઈ કરતા ફરિ.ને છરી બતાવી પોતાની કારમાં બળજબરીથી બેસાડી અપહરણ કરી રાજકોટમાં અલગ-અલગ જગ્યાએ ફેરવી દુધની દુકાન ખાતે તેના મોબાઈલમાંથી રૂપિયા ૧૬,૦૦૦ ટ્રાન્સફર કરી દુકાન વાળા પાસેથી રોકડા રૂપિયા મેળવી ફરિયાદીને ઉંધી છરીનો ઘા મારી તેમજ શરીરે મુંઢ ઈજાઓ પહોચાડી ફરિ.ના રૂપિયાની લુંટ ચલાવી નાશી જતા કલમ- ૩૦૯(૪),૧૪૦(૩), ૧૨૬(૧), ૩૫૧(૨) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબનો ગુન્હો જાહેર થયો હતો.
ગુનાની ગંભીરતા ધ્યાને લઈ સર્વેલન્સ સ્કવોડના કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવીને દરેક ટીમને અલગ અલગ દિશામાં આરોપીની શોધખોળની કામગીરી સોપવામા આવેલ. જેમાંથી એક ટીમ દ્વારા સી.સી.ટી.વી. ફુટેજ આધારે આરોપી ગુનો આચર્યા બાદ કઈ દિશામાં વાહન લઈને ગયેલ છે તથા બીજી ટીમ દ્વારા આવા પ્રકારની એમ.ઓ. ધરાવતા આરોપીની તપાસમાં તથા ત્રીજી ટીમ દ્વારા બનાવવાળી જગ્યાના ટાવર ડમ્પ મેળવી એનાલીસીસ કરી શંકાસ્પદ મોબાઈલ નંબર બાબતે તપાસમાં હતા તે દરમ્યાન હેડકોન્સ. ક્રિપાલસિંહ જાડેજા તથા કોન્સ. હાર્દિકભાઈ ગાજીપરા તથા વિનોદભાઈ પરમારને મળેલી બાતમી ઈમરાન ઉર્ફે ઈમલો હાસમભાઈ કાદરી (ઉ.વ.-૨૪ રહે-૧૫૦ ફુટ રિંગ રોડ હુડકો ચોકડી પાસે રાધામીરા હોટલ પાછળ પાણીના ટાંકા નજીક આવાસ ક્વાર્ટર વિંગ-બી ક્વાર્ટર નંબર-૨૦૦ ભાડેથી રાજકોટ)ને પકડી લીધો છે. ઇમરાન અગાઉ રાજકોટમાં ચોરી, લૂંટમાં અને અમદાવાદમાં લૂટમાં સંડોવાયો હતો.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન- ૧ સજજનસિંહ પરમાર તથા મદદનીશ પોલીસ કમિશ્નર આર.એસ.બારીઆની સૂચના અનુસાર પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એસ.રાણે તથા પો.સબ.ઈન્સ. જે.આર.સોલંકી તથા એ.એસ.આઈ. અનિલસિંહ ગોહિલ તથા પો.હેડ.કોન્સ. ક્રિપાલસિંહ જાડેજા તથા લાલજીભાઈ હાડગડા તથા પો.કોન્સ. વિશ્વજીતસિંહ ઝાલા તથા વિનોદભાઈ પરમાર તથા રાજદિપભાઈ પટગીર તથા મનજીભાઈ ડાંગર તથા હાર્દિકભાઈ ગાજીપરા તથા નરેશભાઈ ચાવડાએ આ કામગીરી કરી છે.
(9:39 PM IST)










