<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

ભારતીય સાહિત્‍યમાં પહેલીવાર કૃષ્‍ણની પત્‍ની સત્‍યભામાના દ્રષ્ટિકોણથી કૃષ્‍ણકથા કહેવાઈ રહી છેઃરામ મોરી

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા વાંચન પરબમાં ‘‘સત્‍યભામા'' ની મનનીય વાત

રાજકોટઃ સ્‍કીન એડીકશન ઘટાડીને વાંચન દ્વારા કંઇક સારું મેળવી માનવ જીવનને બહેતર બનાવવાના હેતુથી કાર્ય કરતી, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા વાંચન પરબનાં ૮૭મા મણકામાં લેખક-નાટયકાર-સંવાદ લેખક-કોલમિસ્‍ટ-નેશનલ એવોર્ડ વિજેતા રામ મોરી દ્વારા લિખિત ‘સત્‍યભામા'ની મનનીય વાત સ્‍વયં લેખકે જ બેંકની રાજકોટ ખાતેની હેડ ઓફિસ ‘અરવિંદભાઈ મણીઆર નાગરિક સેવાલય'માં રજુ કરી હતી. નવી જ લખાયેલી નવલકથા ‘સત્‍યભામા-કળષ્‍ણ સૌભાગ્‍યશાળી કે હું મળી'નું હજુ વિધિવત વિમોચન પણ બાકી છે તેવા સમયે લેખકે ખૂબ જ સરસ અને બારીકી અને રસપ્રદ રીતે વાત રજૂ કરી.

રામ મોરી(મો. ૭૬૦૦૧ ૦ર૯પર) એ રજુ કરેલ વક્‍તવ્‍યની એક ઝલક ‘કળષ્‍ણના જીવનમાં રુકમણી, રાધા, મીરાં જેટલું જ મહત્ત્વ સત્‍યભામાનું છે. સત્‍યભામા વ્‍યક્‍તિ નથી, એક ભાવ છે. કળષ્‍ણની ૧૬,૧૦૭ રાણી એમ કહે છે કે અમે સૌભાગ્‍યશાળી કે કળષ્‍ણ મળ્‍યા. પરંતુ કળષ્‍ણની પટરાણી સત્‍યભામા કહે છે કે કળષ્‍ણ સૌભાગ્‍યશાળી કે હું મળી. સત્‍યભામા કળષ્‍ણને કહે છે કે તમે દરિયાનું તળિયું માપીને દ્વારિકા ઉભી કરી પરંતુ નારીનું મનનું તળિયું તમે માપી ન શકયા. અહીં કળષ્‍ણને પામવાની સત્‍યભામાની પોતીકી યાત્રા છે. ભારતીય સાહિત્‍યમાં પહેલીવાર કળષ્‍ણની પત્‍ની સત્‍યભામાના દ્રષ્ટિકોણથી કળષ્‍ણકથા કહેવાઈ રહી છે. સત્‍યભામાં આજીવન એવા ભ્રમમાં રાજી રહી કે કળષ્‍ણ સૌથી વધારે પ્રેમ માત્ર અને માત્ર તેને જ કરે છે. સૌથી સુંદર વાત કે એનો આ ભ્રમ કળષ્‍ણએ કયારેય તાડેયો નથી. હું સત્‍યભામા છું. હું ટોળાનું કારણ હોઈ શકું પણ ટોળું નહિ.' આ વાંચનપરબમાં દિનેશ પાઠક (ચેરમેન), જીવણભાઈ પટેલ (વાઈસ ચેરમેન), શૈલેષભાઈ મકવાણા (કૉ-ઓપ્‍ટ ડિરેક્‍ટર), વિવિધ શાખા વિકાસ સમિતિના કન્‍વીનર, સહ-કન્‍વીનર, સદસ્‍યો, ડેલિગેટ, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્‍થિત રહ્યા હતા.  આ પ્રસંગે જીવણભાઈ પટેલ, આ અવસર પર વિશેષ રૂપે ઉપસ્‍થિત મૂર્ધન્‍ય સાહિત્‍યકાર દિનકર જોશી, ગોપાલભાઈ માકડીયા અને અલ્‍પેશભાઈ વ્‍યાસે રામ મોરીને સ્‍મળતિ ભેટ-ખાદીનો રૂમાલ આપી સન્‍માન કર્યું હતું. કાર્યક્રમનું સરળ-સફળ અને રસપ્રદ સંચાલન ધનંજય દત્તાણીએ કર્યું હતું

(4:19 PM IST)