તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th February 2025
વોર્ડ નં. ૧પમાં લોક પ્રશ્નોનો થશે ઝડપી નિકાલઃ કાલે નવનિર્મિત વોર્ડ ઓફીસનું લોકાર્પણ
રૂ. ૬૮.૬૧ લાખના ખર્ચે ૩૧૧ ચો.મી. બાંધકામઃ વિધાનસભા-૬૮ના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડના હસ્તે ખુલ્લુ મુકાશે

રાજકોટ તા. ૧૭: મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૫માં રૂ.૬૮.૬૧ લાખના ખર્ચે ૮૦ ફૂટ રોડ, અમુલ સર્કલ પાસે, ે ‘‘વોર્ડ ઓફિસ''ના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ આવતીકાલે તા.૧૮ને મંગળવારના રોજ સવારે ૧૧-૧૫ કલાકે, વિધાનસભા-૬૮ના ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડના હસ્તે કરવામાં આવશે. આ લોકાર્પણ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
આ લોકાર્પણ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમભાઇ રૂપાલા, રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, ડાઙ્ઘ.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, વોર્ડ નં.૧૫ના કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયા, કોમલબેન ભારાઈ, મકબુલભાઈ દાઉદાણી, ભાનુબેન સોરાણી તથા અન્ય કોર્પોરેટરો, સંગઠનના હોદેદારો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.
આ ‘‘વોર્ડ ઓફિસ''ના નવનિર્મિત બિલ્ડીંગનો કુલ વિસ્તાર આશરે ૩૮૮.૦૦ ચો.મી., બાંધકામ વિસ્તાર ૩૧૧.૦૦ ચો.મી.(બંને માળ) છે. આ બિલ્ડીંગમાં દિવ્યાંગો માટે ખાસ રેમ્પની સુવિધા રાખવામાં આવેલ છે. ગ્રાઉન્ડ ફ્લોર પર ર્પાકિંગ, વેઇટિંગ એરીયા, વોર્ડ ઓફીસર રૂમ, ટેક્સ રૂમ, એસ.આઈ. રૂમ, જગ્યા રોકાણ શાખા, શોપ લાઇસન્સ શાખા વગેરે માટેના રૂમ, કોમન ટોયલેટ તથા પીવાના પાણીની સુવિધા અને ફર્સ્ટ ફ્લોર પર વેઇટિંગ એરીયા, વોર્ડ એન્જી. રૂમ, ટેકનિકલ સ્ટાફ રૂમ, સ્ટોર રૂમ, સર્વર રૂમ, કોન્ફરન્સ હોલ, કોમન ટોયલેટ તથા પીવાના પાણીની સુવિધા તેમજ સેકન્ડ ફ્લોર પર સીડી રૂમ અને ઓપન ટેરેસ વગેરે જેવી સુવિધા આપવામાં આવેલ છે. મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયાએ શહેરીજનોને આ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવેલ છે.
(4:01 PM IST)










