તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th February 2025
આર્થિક ખેંચ દૂર કરવા શનીએ ૫૪ હજારની બેટરીઓ ચોરી, વેંચવા નીકળ્યો પણ ગ્રાહકને બદલે પોલીસ ભેટી
એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમે લોહાનગરના શની ચારોલીયાને શાષાીમેદાન પાસે રિક્ષા, બેટરીઓ સાથે દબોચ્યોઃ આર્થિક ભીંસને કારણે ચોરી કર્યાનુ રટણ લોહાનગરમાં કંપનીના ગોડાઉનમાં પાંચ દિવસ પહેલા થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

રાજકોટ તા. ૧૭: શહેરના લોહાનગરમાં આવેલા વીપટેક પેરીફેલ્સ પ્રા.લિ. નામના ગોડાઉનમાંથી પાંચ દિવસ પહેલા પાછળની દિવાલ ઠેંકી ગોડાઉનની બારીનો સળીયો તોડી કોઇ અંદર પ્રવેશી રૂા. ૫૪૫૦૦ની ૧૬ બેટરી ચોરી ગયું હતું. આ ગુનાનો ભેદ એલસીબી ઝોન-૨ ટીમે ઉકેલી શની જગુભાઇ ચારોલીયા (ઉ.વ.૨૩-રહે. લોહાનગર મફતીયાપરા, ગુરૂકુળ સામે) નામના રિક્ષાચાલકને દબોચી લઇ તેની જીજે૦૩એએક્સ-૪૮૯૨ નંબરની ૫૦ હજારની રિક્ષા તથા રૂા. ૫૪ હજારની બેટરીઓ કબ્જે કરી છે.
શની ચારોલીયા અગાઉ માલવીયાનગર પોલીસમાં શંકાસ્પદ રીતે તાળા ફંફોળતો ઝડપાઇ ગયો હતો. ચોરીનો ગુનો ઉકેલવા એ-ડિવીઝનની ટીમ સાથે એલસીબી ઝોન-૨ ટીમ પણ કામે લાગી હતી. દરમિયાન સીસીટીવી ફૂટેજ, ટેકનીકલ સોર્સ અને ખાનગી બાતમીદારોની મદદથી આ ભેદ ઉકેલી શાષાીમેદાનની દિવાલ પાસેથી શનીને રિક્ષામાં ચોરાઉ બેટરીઓ સાથે પકડી લેવાયો હતો. તે આ ચોરાઉ બેટરીઓ વેંચવા માટે નીકળ્યો હતો પણ ગ્રાહકને બદલે પોલીસ મળી ગઇ હતી. આર્થિક તંગી ઉભી થઇ ગઇ હોઇ રિક્ષાના ફેરામાં બે છેડા ભેગા થતાં હોઇ તે ગોડાઉનથી વાકેફ હોઇ તેમાંથી રાત્રીના સમયે બેટરીઓ ચોરી હોવાની કબુલાત આપી હતી.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવાની સુચના અનુસાર પીએસઆઇ આર. એચ. ઝાલા, હેડકોન્સ. રાજેશભાઇ મિયાત્રા, રાહુલભાઇ ગોહેલ, હેમેન્દ્રભાઇ વાધીયા અને કોન્સ. કુલદીપસિંહ રાણાએ આ કામગીરી કરી હતી.
(3:15 PM IST)










