News of Monday, 17th February 2025
ગોંડલ રોડ પર હોટલના જનરલ મેનેજર શેખરભાઇ શેટ્ટીનું હાર્ટએટેકથી મોત
વૃધ્ધ હોટલના પગથીયા ઉતરી પાર્કીંગમાં પહોંચતા બેભાન થઇ ગયા

રાજકોટ તા.૧૭: ગોંડલ રોડ પર આવેલી સાઇન વીન્ટા હોટલમાં પગથીયા ઉતરતી વખતે પાર્કીંગમાં હાર્ટએટેક આવતા જનરલ મેનેજરનું મોત નિપજયુ હતું. મળતી વિગત મુજબ અમદાવાદ વેજલપર હાલ રાજકોટ ગોંડલરોડ પર આવેલી સાઇન વીન્ટા હોટલમાં છેલ્લા ત્રણ વર્ષથી જનરલ મેનેજર તરીકે નોકરી કરતા અને હોટલમાં રહેતા શેખરભાઇ વેંકપ્પા શેટ્ટી (ઉ.વ. ૬૬) ગઇકાલે હોટલમાં નીચે જવા માટે પગથીયા ઉતરતા હતા, ત્યારે પાર્કીંગમાં પહોંચતા તે અચાનક બેભાન થઇ પડી જતા હોટલના કર્મચારીઓ દોડી આવ્યા હતા. બાદ શેખરભાઇને સારવાર માટે મધુરમ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. બનાવની જાણ થતા ભકિતનગર પોલીસ મથકના પીએસઆઇ વી. એલ. રાઠોડ સહિતે હોસ્પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી.
(3:09 PM IST)










