<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

વોર્ડ નં.૪ના રસ્‍તાઓ રોશનીથી ઝળહળશે

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૪ માં આવેલ સેટેલાઈટ ચોકથી રેલ્‍વે ટ્રેક સુધીના રસ્‍તા પર સેન્‍ટ્રલ લાઈટીંગના કામનું લોકાર્પણ વિધાનસભા-૬૮ના ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડના હસ્‍તે કરવામાં આવ્‍યું. આ લોકાર્પણ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્‍થિત રહેલ. આ લોકાર્પણ કાર્યક્રમમાં વિધાનસભા-૬૮ના ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ, મેયર નયનાબેન પેઢડીયા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, રોશની કમિટી ચેરમેન કાળુભાઈ કુગસીયા, શિશુ કલ્‍યાણ ખાસ ગ્રાન્‍ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, કાયદો અને નિયમોની સમિતિ ચેરમેન કંકુબેન ઉઘરેજા, કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, ઙ્કભારી જે.ડી.ભાખર, વોર્ડ પ્રમુખ કાનાભાઈ ડંડેયા, મહામંત્રી હિતેશભાઈ મઠીયા, પૂર્વ કોર્પોરેટર વલ્લભભાઈ દુધાત્રા, અગ્રણી લાભભાઈ આહીર, જનકભાઈ આહીર, ઙ્કવિણભાઈ પટેલ, મુકેશભાઈ સોરઠીયા, રાજુભાઈ બોરીચા, નવીનભાઈ રાજયગુરૂ, મલ્‍કેશભાઈ પરમાર, ઠાકરશીભાઈ અકબરી, રાજભાઈ ડાંગર, બાબુભાઈ આહીર, ચંદુભાઈ કમાણી વગેરે ઉપસ્‍થિત રહેલ.

(3:52 PM IST)