<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

સાયકલ કવેસ્‍ટઃ દ્વારકાથી કચ્‍છના રણ સુધીની એક અનોખી સફર

  રાજકોટ અનચાર્ટેડ ટ્રાવેલ અને એડલર ટૂર એન્‍ડ સફારીઝ પ્રા.લિ., રાજકોટ દ્વારા યુ.કે. અને યુ.એસ.એ.ના સાયકલ સવારો સાથે ૯ દિવસીય ‘‘સાયકલ કવેસ્‍ટ''નું આયોજન તા. ૧૪ થી તા. ર૩ સુધી આયોજન કરવામાં આવ્‍યું છે.‘‘સાયકલ કવેસ્‍ટ દ્વારકાથી કચ્‍છના સફેદ રણ સુધી'' નામની આ ઇવેન્‍ટમાં બર્મિગહામ સાયકલ કલબ યુ.કે. અને યુ.એસ.એના ર૩ સાયકલ સવારો ભાગ લેશે. આ નવ દિવસીય સાયકલ પ્રવાસ ખીજડિયા પક્ષી, અભયારણ્‍ય, શ્રી કૃષ્‍ણની દ્વારકાનગરી, મોરબી, ભુજ, ગ્રેટ રણ ઓફ કચ્‍છમાં નખત્રાણા, ચારઢંઢ, બન્‍ની ઘાસના મેદાનો, નિરોના ક્રાફટ વિલેજ, ધોરડો ખાતે રણાોત્‍સવ, ધોળાવીરાની હડપ્‍પા સંસ્‍કૃતિનું ખોવાયેલું શહેર, લિટલ રણ ઓફ કચ્‍છમાં દસાડા ખાતે ઘુડખર અભ્‍યારણ્‍ય, રાણી કી વાવ સ્‍ટેપ વેલ, પટોળા મ્‍યુઝિયમ, મોઢેરા સૂર્ય મંદિરની મુલાકાત લેશે આ ઇવેન્‍ટ યુનેસ્‍કો વર્લ્‍ડ હેરિટેજ સિટી  અમદાવાદ, ગુજરાત ખાતે સમાપ્‍ત થશે. તેમ યાદીમાં જણાવાયું છે

(3:00 PM IST)