તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th February 2025
પેન્ની શેર તથા ટ્રેડિંગથી દૂર રહેજોઃ વિજય કેડિયા
શેરબજારમાં તેજી-મંદીની સાયકલ સ્વાભાવિક છેઃ ટકી રહેવું મહત્વનું રાજેન્દ્ર મહેતા- મંથન મહેતાની બાલક ફાયનાન્સિયલ સર્વિસની આધુનિક ઓફિસનો પ્રારંભ

રાજકોટઃ ૪૦ વર્ષથી શેરમાર્કેટના વ્યવસાય સાથે સંકળાયેલા ''બાલક'' તરીકે જાણીતા શ્રી રાજેન્દ્ર મહેતા અને તેમના પુત્ર શ્રી મંથન મહેતાની સ્પેસ ઓડિસીમાં આવેલ નવી ઓફિસ ‘‘બાલક ફાયનાનન્શીયલ સર્વિસ''નું ઉદઘાટન ભારતના સૌથી મોટા અને ટોચનાં ઇન્વેસ્ટર શ્રી વિજય કેડિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું.
બાલક ફાયનાનશિયલ સર્વિસની ટેગલાઇન ‘‘બિલ્ડીંગ વેલ્થ સિકયુરિંગ ફયુચર''લોકોની મૂડીનું વ્યવસ્થિત રીતે રોકાણ કરીને તેમના સપના સાકાર કરવામાં સહભાગી બને છે તેમ સંસ્થાની યાદીમાં જણાવેલ છે.
શેરબજારમાં કોવીડકાળ પછી સૌથી મોટી અને લાંબી તેજીથી આકર્ષાયને દાખલ થયેલા રીટેલ ઇન્વેસ્ટરોમાં છેલ્લા ચાર-પાંચ મહિનાની મંદીથી સન્નાટો છે, ત્યારે રાજકોટની મુલાકાતે આવેલ દેશનાં ટોચના ઇન્વેસ્ટર અને નિષ્ણાંતથી શ્રી વિજય કેડીયાએ પેન્ની શેર તથા ટ્રેડિંગ દુર રહેવાની સલાહ આપી હતી. જીવનમાં કુદરતનો જેમ ક્રમ હોય છે. તેમ શેરબજારમાં તેજી-મંદીની સાયકલ સ્વાભાવિક છે અને તેમાં ટકી રહેવાનું જ સૌથી વધુ અગત્યનું છે.
શેરબજારમાં તેજી અને મંદી બન્ને નો અનુભવ જરૂરી છે અને તેવા લોકો ઇન્વેસ્ટરો જ તેને સમજી શકે છે. શેર બજારમાં કમાણી અમાપ અને સરળ છે સામે જોખમ પણ એટલું જ હોય છે. ૩૦-૪૦ ટકાની મંદીમાં પણ વ્યકિતનું જીવન ‘ડીસ્ટર્બ' ન થાય તે રીતેનું રોકાણ કરવું જોઇએ.
શેરબજારને જુગારનો અડ્ડો સમજીને આડેધડ ટ્રેડીંગ કરનારાને લાલબતી ધરતા તેઓએ કહ્યું કે આવા લોકોનું માર્કેટમાં ટકવુ મોટાભાગે અલ્પજીવી જ હોય છે. આ જ રીતે પેન્ની સ્ટોકસથી પણ દૂર રહેવું જોઇએ.
શેરબજારમાં શેરોની ખરીદીમાં સીધી રીતે જ ઝંપલાવવાને બદલે નવા ઇન્ેવેસ્ટરો માટે પ્રારંભીક તબકકે મ્યુચ્યુઅલ ફંડ કે એસઆઇપી મારફત રોકાણ કરવાનું વધુ યોગ્ય હોવાનું શ્રી કેડિયાએ ચોખવટ કરી હતી કે સેબીનાં નિયમ પ્રમાણે જાહેર પ્લેટફોર્મ પર ટીપ્સ આપી શકાતી નથી. તો પણ સેકટર પર નજર કરવામાં આવે તો એરલાઇન્સ ક્ષેત્રનું ભવિષ્ય ઉજજવળ છે એક સમય હતો કે જયારે વિમાની પ્રવાસ ‘સ્ટેટસ' ગણાતો હતો. પરંતુ હવે અનિવાર્યતા બની ગઇ છે.
ભારતના સૌથી મોટા ઇન્વેસ્ટરો તથા નિષ્ણાંતોની યાદીમાં ગણના પામતા શ્રી વિજય કેડીયા રાજકોટ આવ્યા હતા બાલક ઇન્વેસ્ટમેન્ટની ઓફિસનું ઉદઘાટન કર્યુ હતું તસ્વીરમા઼ વિજય કેડીયા ઉપરાંત રાજેન્દ્ર મહેતા (બાલક) મંથન મહેતા, ભાવનાબેન મહેતા, મહેક મહેતા તથા તરૂણશાહ દેખાય છે.
(3:53 PM IST)










