News of Monday, 17th February 2025
રાજકોટ જીલ્લાની પાંચ પાલિકામાં સરેરાશ પ૩.૯પ ટકા મતદાન હવે કાલે સવારે ૮ વાગ્યાથી મતગણત્રીઃ ૧ હજાર સ્ટાફના ઓર્ડરો
સૌથી વધુ ભાયાવદરમાં પ૯.૮૬ ટકા તથા સૌથી ઓછુ ધોરાજીમાં પ૧.૩૩ ટકા મતદાન... ૧૦ જેટલા ઇવીએમમાં ખોટકોઃ ધોરાજી-જેતપુર બે સ્થળે કાર્યકરો-પોલીસ વચ્ચે બબાલ

રાજકોટ તા. ૧૭ :.. રાજકોટ જીલ્લાની પાંચ નગરપાલિકા જસદણ, ઉપલેટા, ધોરાજી, જેતપુર, ભાયાવદરમાં ગઇકાલે સવારે ૩ થી સાંજે ૬ સુધી મતદાન થયું હતું, પાંચેય પાલીકાનું સરેરાશ મતદાન પ૩.૯પ એટલે કે પ૪ ટકા મતદાન થયું છે, કલેકટરે ૬પ થી ૭૦ ટકા મતદાન થવાની આશા રાખી હતી, ચૂંટણી શાંતિપૂર્ણ રહી પરંતુ મતદારો નિરૂત્સાહ રહ્યા, ઉપરાંત લગ્નગાળો પણ નડી ગયો હતો.
તમામ પાંચ પાલિકાની કુલ ૧૬૮ બેઠકમાંથી સાત બેઠક બિનહરીફ જાહેર થઇ જતાં ૧૬૧ બેઠક માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને સાંજે ૬ કલાક સુધીમાં જસદણમાં ૫૨.૧૪, જેતપુર નવાગઢમાં૫૨.૫૪, ધોરાજીમાં ૫૧.૩૩,ભાયાવદરમાં ૫૯.૮૬ અને ઉપલેટામાં૫૩.૮૬ ટકા મતદાન થયું હતું જ્યારે તાલુકા ચાંચ પંચાયતની સુલતાનપુર બેઠક માટે૪૫.૨૬, ડુમીયાણીમાં ૬૭.૧૦. મોટીપાનેલીમાં ૪૨.૪૫, આંબરડીમાં ૪૪.૪૯, ભાડલામાં ૪૭.૩૫ અને પીઠડિયામાં ૫૨.૨૯ ટકા મતદાન થયું હતું. પેટા ચૂંટણીમાં કોઇ જગ્યાએથી ઇવીએમ ખોટકાયાની ફરિયાદ આવી ન હતી અને મહદંશે શાંતિપૂર્ણ મતદાન થયું હતું. જેતપુર નવાગઢમાં વોર્ડ નં.૮માં ભાજપના ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારો વચ્ચે બબાલ થઇ પડી હતી અને પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી.
પાલિકાની ચૂંટણીમાં જેતપુરમાં બે બેલેટ યુનિટ અને એક કન્ટ્રોલ યુનિટ ધોરાજીમાં ૩ બીયુ અને ૨ સીયુ તેમજ ઉપલેટામાં એક બીયુ અને એકસીયુ ખોટવાયા હતા. જો કે તાબડતોબ બીજા ઇવીએમ મૂકી દઈને મતદાન શરૂ રાખવામાં આવ્યું હતું.
જસદણ પાલીકામાં ર૦૦૪૦ સ્ત્રી-પુરૂષ, જેતપુર-નવાગઢમાં પ૪૯૩ર સ્ત્રી-પુરૂષ, ધોરાજીમાં ૩પ૦૮પ, ભાયાવદર-૯૧૩ર, અને ઉપલેટામાં ર૪૩૬૧ સ્ત્રી-પુરૂષોએ મતદાન કર્યુ હતું.
પાંચેય પાલીકાના કુલ રાા લાખથી વધુ મતદારોમાંથી ૧ લાખ ૪પ હજાર મતદારોએ મતદાન કર્યુ છે.
ધોરાજીમાં સવારના ભાગે ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું, પોલીસ સાથે પણ બંને પક્ષના કાર્યકરોને બબાલ થઇ હતી, સૌથી વધુ મતદાન ભાયાવદર પાલીકાના પ૯.૮૬ ટકા તથા સૌથી ઓછુ ધોરાજીમાં પ૧.૩૩ ટકા મતદાન થયું છે.
હવે આવતીકાલે સવારે ૮ વાગ્યાથી જડબેસલાક પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણત્રી હાથ ધરાશે, દરેક પાલિકામાં જે તે સ્કુલ કે નકકી કરેલ સ્થળે જ મતગણત્રી યોજાશે, પહેલા પોસ્ટલ બેલેટ ગણાશે, બાદમાં ઇવીએમના મતો ગણાશે, મતગણત્રી સંદર્ભે ૧ હજારથી વધુના સ્ટાફના ઓર્ડરો કરી દેવાયા છે.
(12:19 PM IST)










