તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th February 2025
રાજકોટમાં રેલનગરમાં આવેલી સ્કૂલમાં ધો. 10ના વિદ્યાર્થીએ બેગમાં છરી કાઢી : સહપાઠીના હાથમાં ઘા ઝીંકી દીધો
સમગ્ર ઘટના CCTV કેમેરામાં પણ કેદ થઈ: વિદ્યાર્થી શિક્ષકને મારવા માટે છરી લઈને આવ્યો હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું

રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલી શાળામાં એક ચોંકાવનારી અને વાલીઓ માટે ચેતવણીરૂપ ઘટના બની છે. વિગતો મુજબ અહીં ધોરણ 10નો એક વિદ્યાર્થી શાળામાં છરી લઈ પહોંચ્યો હતો. જ્યાં તેણે અન્ય એક વિદ્યાર્થીને છરી બતાવી અને જાણે તેની પર હુમલો કરતો હોય તે રીતે જોવા મળ્યો હતો.
ધોરણ 10નો વિદ્યાર્થી શાળાએ કઈ રીતે છરી લઈને આવ્યો તેને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે. આ તરફ છરી મારવાની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં પણ કેદ થઈ છે. આ સાથે વિદ્યાર્થી શિક્ષકને મારવા માટે છરી લઈને આવ્યો હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આ તરફ હાલ તો આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
(11:43 PM IST)










